સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. 

બપોરે લગભગ 3 વાગ્યે ગામના બસ સ્ટેન્ડ નજીક વીજ પુરવઠાની લાઈનનો જીવંત તાર તૂટી પડ્યો હતો.

ઘટના બાદ ગામના સરપંચ તેમજ તલાટી મંત્રીએ તરત જ વારાહી GEB કચેરીના કટારા સાહેબ અને સાંતલપુર પોલીસ ઈન્સ્પેક્ટરને જાણ કરી તાત્કાલિક લાઈટ બંધ કરવાની માંગણી કરી હતી.

સ્થાનિકો જણાવ્યા મુજબ વીજ પુરવઠો બંધ કરાયા બાદ પણ યુજીવીસીએલના હેલ્પર દ્વારા તૂટી પડેલા તારની મરામત કર્યા વિના જ સાંજે 5:15 વાગ્યે ફરી વીજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો.

પરિણામે જીવંત તાર વચ્ચે લાઈટ ફરી ચાલુ થતા એક ભેંસ અને એક પાડી નું મોત થયું.

આ અંગે ગામના આગેવાન ભચાભાઈએ મામલદાર વારાહી તથા નાયબ કલેકટર રાધનપુરને ફોન કરી તાત્કાલિક પુરવઠો બંધ કરવા રજૂઆત કરી હતી.

પરંતુ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યો નહોતો.

ગામના યુવાનો દ્વારા તાત્કાલિક તારની આસપાસ ચોકી રાખવામાં આવતા મોટું જાનહાનિનું જોખમ ટળી ગયું.

 

નહીંતર 20 થી 25 ગામલોકો ભોગ બન્યા હોત.

ગામજનો આક્ષેપ કરી રહ્યા છે કે GEBના અધિકારીઓ પોતાના સરકારી ફોન બંધ રાખે છે અને રેડ એલર્ટની પરિસ્થિતિમાં પણ જવાબદારીપૂર્વક કાર્ય કરતું નથી. જેના કારણે અનેક જાનહાનિનો ભય ઉભો થઈ રહ્યો છે.

દાત્રાણા ગામની આ ઘટના વહીવટી તંત્ર તથા વીજ વિભાગની ઉદાસીનતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

ભેંસોના મોત અંગે વળતર આપવા તંત્રને ગ્રામજનોની અપીલ

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા માં ભારે વરસાદ વચ્ચે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે ભેંસોના મોત થયાં હોવાનું જાણવા મળે છે.

ગામજનો દ્વારા જણાવાયું કે આ ભેંસો પરિવારના જીવનનિર્વાહનો મુખ્ય આધાર હતા.

ભેંસોના મોતથી ગ્રામજનો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે.

તેથી તાત્કાલિક રીતે વળતર આપવા માટે તંત્રને વિનંતી કરવામાં આવી છે.

ગ્રામજનોનું કહેવું છે કે આ વારાહી Ugvcl ની બેદરકારી ના કારણે થયેલા નુકસાનની સરકાર દ્વારા યોગ્ય ભરપાઈ મળવી જોઈએ.

The Gujarat Live  News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!