સાધુ-સંતો, મહંતો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ સહિત વિવિધ સમાજના હજારો લોકોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી

રાપર ખાતે આજે રાપર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રાપર સહિત સમગ્ર કચ્છના વિવિધ સમાજના લોકો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં વિવિધ સમાજના લોકોની એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સાધુ-સંતો, મહંતો અને ધર્મગુરુઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. રાજકીય ક્ષેત્રથી લઈને સામાજિક, ધાર્મિક અને વેપારી ક્ષેત્રના અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, ભચાઉ APMC તથા ભચાઉ તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ વાધુભા કે. જાડેજા, કિશોરભાઈ મહેશ્વરી, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, કાનાભાઈ ભીખાભાઈ ગોહિલ, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ આહિર, રાપર નગરપાલિકાના પ્રમુખ ચંદભાઈ ઠક્કર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ સોઢા, ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ એન. જાડેજા, પૂર્વ DySP પી.કે. જાડેજા, ઉદ્યોગપતિ પી.એમ. જાડેજા, પ્રવિણસિંહ કેસુભા જાડેજા,રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા, જિલ્લા પંચાયતના સભ્ય જયરામભાઈ સોનારા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, વેપારી આગેવાનો, યુવાનો, વડીલો અને તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્નેહમિલનના આયોજનને આવકાર્યું હતું.

આ ભવ્ય સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓની આપ-લે પૂરતું સીમિત ન રહેતા સમાજના તમામ વર્ગોને એકસાથે જોડવાનો અને પરસ્પર સ્નેહ, સહકાર તથા ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સુંદર અવસર બની રહ્યો હતો. કાર્યક્રમમાં ઉમટેલી જનમેદની અને વિવિધ સમાજના લોકોની ઉત્સાહભેર ઉપસ્થિતિએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પ્રત્યે લોકોનો સ્નેહ અને જોડાણ દર્શાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. નૂતન વર્ષના પ્રારંભે યોજાયેલા આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં રાપર પંથક સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.

The Gujarat Live News અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!