વડોદરાની એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં 25 નવેમ્બર 2026ના રોજ યોજાયેલા ‘લવારી’ કોમેડી શોનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. શો દરમિયાન કોમેડિયન ભુવન બામે એકટ્રેસ સામે કથિત અશ્લીલ હરકત કરી અને સંજીદા શેખ હસતી રહી હતી. આ મામલે ટિપ્પણી અને અશ્લીલ હરકતને લઈને સોશિયલ મીડિયામાં વિરોધ ઊઠ્યો છે, તથા કાજલ હિન્દુસ્તાની સહિતે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રાઈવેટ યુનિ.ના સિક્યુરિટી હેડે વાઘોડિયા પોલીસ મથકમાં ભુવન બામ સામે અશ્લીલ હરકત અને કમેન્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ મામલે વાઘોડિયા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 296 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે આરોપીને 3 મહિના સુધીની કેદ, અથવા રૂ.1,000 સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. આ ગુનો કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય અને જામીનપાત્ર છે. ભુવન બામની જાહેર મંચ પરથી કથિત અશ્લીલ હરકત
25 નવેમ્બર 2026ના વડોદરાની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં યોજાયેલા આ કોમેડી શો દરમિયાન એક મહિલા કોમેડિયન લગ્ન અંગે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન ભુવન બામ દ્વારા કરવામાં આવેલી કાઉન્ટર કોમેન્ટ અને જાહેર મંચ પરની કથિત અશ્લીલ હરકતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અને આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ગરમાયો છે. ‘લવારી’ શોના નિર્માતાઓ પર અશ્લીલતા ફેલાવવાનો આક્ષેપ
આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ‘લવારી’ શોના નિર્માતાઓ પર અશ્લીલતા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે પ્રસિદ્ધિ મેળવવા માટે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાની શૈલીની નકલ કરવામાં આવી હોવાનો દાવો કરતા ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારોની મર્યાદા જળવાઈ રહે તે માટે આ શો તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી છે. સમગ્ર ટીમ વિરુદ્ધ કેસ દાખલ કડક કાર્યવાહી કરવા રજૂઆત
કાજલ હિન્દુસ્તાનીએ પોતાની પોસ્ટમાં ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને સમગ્ર ટીમ વિરુદ્ધ કેસ દાખલ કરી દંડ તથા કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોને લઈને વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. વધુમાં હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા સંસ્કાર અને સંસ્કારી ભાષા માટે જાણીતા છે. તાજેતરમાં વડોદરા શહેર જેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે તે શહેરમાં આવા પ્રકારના કાર્યક્રમો થાય છે. તેમાં સ્ત્રી વિરોધી વાતો, બિભત્સ વાતો અને ખરાબ ચેનચાળા થઈ રહ્યા છે. નૈતિકતા અને મૂલ્યોનો હનન થઈ રહ્યું છે. જેથી સરકાર પાસે માગ કરીએ છીએ કે તાત્કાલિક લવારી શો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આવા શો પર લગામ લગાવવામાં આવે તેવી પણ અમે માંગ કરીએ છીએ. યુનિવર્સિટીના સિક્યુરિટી હેડે ભુવન સામે ફરિયાદ નોંધાવી
વાઘોડિયા તાલુકાના લીમડા ખાતે આવેલી પ્રાઈવેટ યુનિવર્સિટીના ખુલ્લા ગ્રાઉન્ડમાં ગત 25 નવેમ્બર, 2026ના રોજ યોજાયેલા ‘લવારી શો’ દરમિયાન કલાકાર ભુવન બામ દ્વારા અશ્લીલ શબ્દોના ઉચ્ચારણ અને વાંધાજનક હરકતો કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિવર્સિટીના સિક્યુરિટી હેડ મહેન્દ્રપ્રતાપસિંહ રામસહાયસિંહ સિંઘ દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, સાંજે 5.30થી 7:30 વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓની હાજરીમાં ચાલી રહેલા કાર્યક્રમમાં ભુવન બામે સંજીદા શેખને સંબોધીને અશ્લીલ ટિપ્પણી કરી હતી. તેમજ પાણીની બોટલ વડે અશ્લીલ ચેળાં કરી પેન્ટની ચેઈન બંધ કરવા જેવી હરકત કરી સમાજની લાગણી દુભાવી હતી. ફરિયાદી પક્ષે સ્પષ્ટતા કરી છે કે યુનિવર્સિટી દ્વારા માત્ર કોમેડી શો માટે જ મંજૂરી આપવામાં આવી હતી. સંસ્થાની ગરિમા તથા શિસ્ત જળવાય તેવી સૂચના અપાઈ હતી. આ પ્રકારની કોઈ ટિપ્પણી કે નિવેદન અંગે યુનિવર્સિટીને અગાઉ કોઈ જાણ કે સંમતિ આપવામાં આવી ન હોવાથી, યુનિવર્સિટીના અધિકારીઓની સૂચના અને ઓથોરિટીના આધારે ભુવન બામ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચાર સ્ટેન્ડ-અપ કોમેડીયન શો ચલાવે છે
‘The Lavari Show’ એ લોકપ્રિય ગુજરાતી લાઈવ કોમેડી ટોક શો અને પોડકાસ્ટ છે. જેમાં હાસ્ય કલાકારો વિવિધ મહેમાનો સાથે હળવી, મજાકિયા અને અનફિલ્ટર્ડ વાતો કરે છે. આ શોનું સંચાલન ગુજરાતી સ્ટેન્ડ-અપ કોમેડીના ચાર જાણીતા કલાકારોની ટીમ કરે છે, જેમાં ‘ધ કોમેડી ફેક્ટરી’ના સહ-સ્થાપક, અભિનેતા અને પૂર્વ RJ મનન દેસાઈ, પોતાની હાજરજવાબી માટે જાણીતા કોમેડિયન અને લેખક ચિરાયુ મિસ્ત્રી, રમૂજી કિસ્સાઓ રજૂ કરતા ગુજરાતી ફિલ્મ અભિનેતા અને કોમેડિયન દીપ વૈદ્ય તેમજ હોસ્ટિંગ પેનલના મહત્વના હિસ્સા સમાન સ્ટેન્ડ-અપ કોમેડિયન ઓમ ભટ્ટનો સમાવેશ થાય છે. ભુવન બામ ઉર્ફે ટીટુ મામા
22 જાન્યુઆરી, 1994ના રોજ જન્મેલા ભુવન બામે 2015માં પોતાની BB Ki Vines નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેણે ‘ટીટુ મામા’, ‘બબલુ’, ‘બનછોડદાસ’, ‘અદરક બાબા’, ‘મિસ્ટર હોલા’ અને ‘પાપા મકીચૂ’ જેવા પાત્રો ભજવીને ખ્યાતિ મેળવી. તે એક નાના રૂમમાં પોતાના મોબાઇલ ફોન પર વીડિયો રેકોર્ડ કરતો. ભુવને 2015માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.
યુટ્યુબ પર તેની વધતી જતી લોકપ્રિયતા સાથે તેણે 2016 માં ‘તેરી મેરી કહાની’ મ્યુઝિક વીડિયો લૉન્ચ કર્યો, જેમાં તેણે પોતે જ અવાજ આપ્યો. બાદમાં તેણે ‘સંગ હું તેરે’, ‘સફર’, ‘રાહગુઝર’, ‘બસ મેં’, ‘અજનબી’ અને ‘હીર રાંઝા’ જેવા ગીતો બનાવ્યા. તેની વધતી જતી લોકપ્રિયતાને કારણે, ભુવનને દિવ્યા દત્તા સાથે શોર્ટ ફિલ્મ ‘પ્લસ માઈનસ’માં કાસ્ટ કરવામાં આવ્યો, જેના માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ‘ટીટુ ટોક્સ’ (Titu Talks) નામની સેલિબ્રિટી ઇન્ટરવ્યુ સિરીઝ શરૂ કરી
2018નું વર્ષ ભુવન બામની કારકિર્દીમાં અનેક નવા સીમાચિહ્નો લઈને આવ્યું. આ વર્ષે તેમણે પોતાના લોકપ્રિય પાત્ર ‘ટીટુ મામા’ના અંદાજમાં ‘ટીટુ ટોક્સ’ નામની સેલિબ્રિટી ઇન્ટરવ્યુ સિરીઝ શરૂ કરી, જેમાં શાહરૂખ ખાન, કરણ જોહર, એસ.એસ. રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર જેવા દિગ્ગજ કલાકારો સાથે મજેદાર સંવાદો જોવા મળ્યા. આ જ વર્ષે તેઓ અભિનેત્રી દિવ્યા દત્તા સાથે ‘પ્લસ માઈનસ’ નામની શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા, જેના શાનદાર અભિનય બદલ તેમને ૨૦૧૯માં પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ‘તાઝા ખબર’ સિરીઝ મુખ્ય અભિનેતા તરીકે OTT ડેબ્યૂ
ત્યારબાદ ભુવને ડિજિટલ અને ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર પણ પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો. 2021માં તેમણે પોતાની પ્રોડક્શન કંપની હેઠળ 8 એપિસોડની વેબ સિરીઝ ‘ઢિંઢોરા’ યુટ્યુબ પર રિલીઝ કરી, જેમાં એકલા હાથે 9 અલગ-અલગ પાત્રો ભજવીને કરોડો દર્શકોના દિલ જીતી લીધા. આગળ વધીને, 2023માં તેમણે Disney+ Hotstar પર ‘તાઝા ખબર’ સિરીઝ દ્વારા મુખ્ય અભિનેતા તરીકે OTT ડેબ્યૂ કર્યું. આ સિરીઝમાં ‘વસંત ગાવડે’ના ગંભીર અને ભાવનાત્મક પાત્ર માટે તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ, જેની સફળતાને પગલે 2024માં તેની બીજી સીઝન પણ રજૂ કરવામાં આવી. સંજીદા શેખનો જન્મ મૂળ અમદાવાદના પરિવારમાં
એક્ટ્રેસ સંજીદા શેખ બોલિવૂડ ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરે છે. તેનો પરિવાર મૂળ અમદાવાદ (ગુજરાત)નો છે અને તેનો જન્મ 20 ડિસેમ્બર 1984ના રોજ કુવૈતમાં થયો હતો. ત્યાર બાદ તેનો પરિવાર મુંબઈ સ્થાયી થયો હતો. અંગત જીવનની વાત કરીએ તો, તેમણે 2012માં એક્ટર આમિર અલી સાથે લગ્ન કર્યા હતા અને 2021માં છૂટાછેડા થયા હતા; તેમને આયરા નામની એક પુત્રી છે, જેની કસ્ટડી સંજીદા પાસે છે. ‘એક હસીના થી’માં દુર્ગા ઠાકુરના રોલથી ફેમસ
સંજીદાએ કરિયરની શરૂઆત 2003માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બાગબાન’માં નાની ભૂમિકાથી કરી હતી. ત્યારબાદ 2006માં ટીવી સિરિયલ ‘ક્યા હોગા નિમ્મો કા’થી ટેલિવિઝન પર પદાર્પણ કર્યું અને 2007માં ‘કયામત’ સિરિયલની નકારાત્મક ભૂમિકા તેમજ ‘નચ બલિયે 3’ ડાન્સ રિયાલિટી શોના વિજેતા બનીને દર્શકોમાં ખાસ ઓળખ બનાવી. 2014માં આવેલી થ્રિલર સિરિયલ ‘એક હસીના થી’માં દુર્ગા ઠાકુરના રોલે તેમને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી, જેના માટે તેને ‘ITA એવોર્ડ’ પણ મળ્યો હતો. આ ઉપરાંત ‘ઈશ્ક કા રંગ સફેદ’ અને ‘લવ કા હૈ ઈંતઝાર’ જેવા શો બાદ તેમણે ‘અશ્કે’ (પંજાબી), ‘તૈશ’ અને ‘કાલી ખૂહી’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી. ‘હીરામંડી’માં ‘વહીદા’ના રોલ માટે ખૂબ પ્રશંસા મળી
2024 તેના કરિયરનો મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું, જેમાં તેને રિતિક રોશનની ‘ફાઈટર’ અને સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ સિરીઝ ‘હીરામંડી’માં ‘વહીદા’ના દમદાર પાત્ર માટે ખૂબ પ્રશંસા મેળવી. 2026માં પણ તેઓ મોટા પડદા અને OTT પર અત્યંત સક્રિય રહ્યા છે, જેમાં અજય દેવગન સાથેની ‘ધમાલ 4’, નેટફ્લિક્સની કોર્ટરૂમ ડ્રામા ‘ઇક્કા’, યશની ‘ટોક્સિક’માં સ્પેશિયલ અપિયરન્સ, ‘જીવન યા બીમા કોન?’ અને નેટફ્લિક્સ સિરીઝ ‘ઢિંઢોરા સિઝન 2’ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ છે.