આ જનરલ મિટિંગ માં રાપર ના ઐતિહાસિક અને પ્રાચીન માલીચોક મધ્યે ખૂબ સુંદર અને સંસ્કૃતમય,નવરાત્રિના આયોજન માટે તડામાર તૈયારીઓનો આરંભ કરાયો હતો

જેમાં નવ દિવસ બહેનો દીકરીઓ નવરાત્રી દરમ્યાન રાસમાં ભાગ લેનાર ને રાપર માલિસમાજના દિનેશભાઈ તેમજ રાપર માલી સમાજના મહિલા મંડળ ના પૂર્વ પ્રમુખ રસીલાબેન પ્રકાશભાઈ સોલંકી તરફથી દીકરીઓ ને લ્હાણી આપવામાં આવશે.

નવરાત્રી આયોજન માટે રાપર માલી સમાજ મહિલા મંડળ ના પ્રમુખ સ્મિતલબેન સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા વેશભુષા,નવદુર્ગા, દીપોત્સવ,જેવા અનેક કાર્યક્રમો આપવા તૈયારી આદરેલ તેમજ સુંદર વ્યવસ્થા માટે માલી સમાજ યુવક મંડળ ના હોદેદારો દ્વારા ચાચર શણગારવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
નવ દિવસ આરતીના યજમાનો ,પ્રસાદી ના યજમાનો પણ નકી થયેલ છે.આ વખતે ચાચર ચોક માં માતાજીના આરતીના ચડાવા માટે આ વર્ષે રેકોર્ડ બ્રેક બોલી બોલાઈ હતી.આ મિટિંગ માં રાપર માલી સમાજ ના ટ્રસ્ટી સમજી ભાઈ માલિએ પણ માતાજીના વિશે વિશેષ નવરાત્રી મહાત્મ્ય સમજાવ્યો હતો માં દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે તેમાં નવદુર્ગા માં પ્રથમ છે પર્વતરાજ હિમાલય ના ઘર પુત્રી રૂપ માં જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું તેમનું વાહન વૃષભ છે તેથીજ દેવી વરુસારુધા નામથી પણ પ્રખ્યાત છે તેમના જમના હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે.નવરાત્રિના પર્વના બીજા દિવસે માં બ્રહ્મચારીની પૂજા અર્ચના કરાય છે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારીની એટલે કે આચરણ કરનારી માં દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘટા છે નવરાત્રીમાં ત્રીજા દિવસે તેમની પૂજા થાય છે તેમના મસ્તક પર ઘંટાના આકારનો અડધો ચંદ્ર છે જેના કારણે તેમનું નામ પડ્યું નવરાત્રી ભોજન ના ચોથા દિવસે દેવીના કુષ્માંડા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રી નો પાંચમો દિવસ સ્કંદમાતાની પૂજા નો દિવસ હોય છે
માં દુર્ગા ના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે તેમની ઉપાસના થી ભક્તોને સરળતાથી અર્થ ધર્મ ધન કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના સાતમા દિવસે મા કાલ રાત્રિની ઉપાસના નો વિધાન છે.કાલરાત્રિની પુજા કરવાથી ભ્રમાંડના તમામ સિદ્ધિઓના દરવાજા ખુલી જાય છે. અને તમામ અસુરી સ્કિતિઓ નો નાશ થાય છે.માં દુર્ગા ની આઠમ થી શક્તિનું નામ મહાગૌરી છે તેમની ઉંમર આઠ વર્ષની હોવાનું માનવામાં આવે છે નવરાત્રી પૂજનના નવમાં દિવસે દેવી સિદ્ધિદાત્રી નું ઉપાસન કરવામાં આવે છે ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ના નવ દિવસો નવરાત્રી મહોત્સવ ઉજવાય છે આ મિટિંગ માં માલી સમાજ ના પ્રમુખ દિનેશભાઈ માલી,મંત્રી અરવિંદભાઈ માલી,વિનોદભાઈ માલી,કાંતિભાઈ હિરાણી,યુવક મંડળ ના પ્રમુખ હાર્દિકભાઈ માલી,અલ્પેશભાઈ પરમાર,સમગ્ર મિટિંગનું સંચાલન સમાજના ખજાનચી મુકુંદભાઈ માલી એ કર્યું હતું આ મિટિંગ માં સમાજ ના હોદેદારો અગ્રણીઓ રામજીભાઈ માલી,મોહનભાઈ માલી,પ્રેમજીભાઈ માલી,ભગવાનજીભાઇ માલી,નરેન્દ્રભાઈ માલી,વેરશી ભાઈ માલી,નવીનભાઈ માલી નરેશભાઈ માલી, જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલા હતા તેવું રાપર માલી સમાજના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ માલી એ યાદી માં જણાવ્યું હતું.
The Gujarat Live News રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ
