સાંતલપુર, તા.10 સપ્ટેમ્બર
સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન ખોરવાયું છે.

પરિસ્થિતિનો તાગ લેવા માટે આજે રાધનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈએ મઢુત્રા, વૌવા, જાખોત્રા, કલ્યાણપુરા, બકુત્રા અને સાંતલપુર ગામોની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન તેમણે વરસાદી પાણીથી પ્રભાવિત થયેલા ગ્રામજનોને મળીને તેમની સમસ્યાઓ સાંભળી હતી.
સાથે જ વહીવટી તંત્રને તાત્કાલિક રાહત કામગીરીમાં વધુ ઝડપ લાવવાની સૂચના આપી હતી.
તેમણે જણાવ્યું કે “અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક મદદરૂપ થવું પ્રાથમિકતા છે, કોઈને પણ મુશ્કેલીમાં એકલા ન મૂકવામાં આવે.”
આ પ્રસંગે તાલુકા પંચાયત સાંતલપુરની પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર, મહેબૂબભાઈ મલેક, વાલાભાઈ આહીર, બાબુભાઈ આહીર, હમીરભાઈ આહીર, ભચાભાઈ લાલાભાઈ આહીર, રાજાભાઈ આહીર, આલાભાઈ આહીર, નાગજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક ગ્રામજનો દ્વારા પૂર્વ ધારાસભ્ય સમક્ષ વીજ પુરવઠા ખોરવાયા હોવા, રસ્તા તૂટી જવાથી અવરજવર મુશ્કેલ બનેલી તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી થયેલા નુકસાન જેવી સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
