પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દૈગામડા ગામ તથા આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદે ભારે તારાજી મચાવી છે.

દૈગામડા–પરસુંદ–સાણસરા ગામોને જોડતો મુખ્ય માર્ગ 3 કિ.મી. સુધી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે–27 સાથે જોડતો માર્ગ ધોવાઈ જતાં આરોગ્ય સેવા, રોજિંદી ખરીદી તેમજ આવશ્યક કાર્યો માટે ગામજનોની અવરજવર અટવાઈ ગઈ છે.

ગામના લોકો મજબૂરીમાં ટ્રેક્ટર વડે અવરજવર કરી રહ્યા છે. રસ્તા તૂટી જતા ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને આરોગ્ય સેવા સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

વરસાદી તારાજીથી કૃષિ ક્ષેત્રમાં પણ ભારે અસર પડી છે. 

ખેતરોમાં ઉભેલા પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

ઘણા ખેડૂતોના પાક નિષ્ફળ બનતા તેમની આર્થિક કમર તૂટી ગઈ છે.

ગામજનો સરકાર સમક્ષ તાત્કાલિક બે મુખ્ય માંગ કરી રહ્યા છે :

રસ્તાનું પુનઃપ્રારંભ અને મરામત તાત્કાલિક કરવામાં આવે.

ખેડૂતો તેમજ ગ્રામજનોના નુકસાનનું તંત્ર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

હાલમાં દૈગામડા, પરસુંદ અને સાણસરા ગામોમાં રોજિંદું જીવન અસહજ બની ગયું છે.

જીવનજરૂરી સુવિધાઓ માટે ગ્રામજનો પરેશાન છે.

તંત્ર તરફથી સહાય માટે ઝડપી પગલાં લેવામાં આવે તેવી માંગ વધતી જઈ રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!