ભારત વિકાસ પરિષદ પશ્ચિમ રીજનના રીજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા તા:૧૭/૦૫/૨૦૨૫ ના રોજ ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા ની સતાવાર મુલાકાતે પધાર્યા હતા.

શાખાની બહેનો દ્વારા તેમનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી દિનેશભાઈ વોરા એ પાલનપુર શાખા દ્વારા સંચાલિત તબીબી સાધન સહાય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી ત્યારબાદ લાયન્સ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ આઇ શાહ તથા વડીલ વિશ્રાંતિ ગૃહ(ઘરડા ઘર) ની મુલાકાત લયી ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ગાંધી તેમજ સેક્રેટરી શ્રી ડૉ મિહિરભાઇ પંડ્યા સાથે સંવાદ કરી તેઓને ભારત વિકાસ પરિષદ નાં વિવિધ સેવાકીય પ્રકલ્પો વિશે માહિતગાર કરવા મા આવ્યા હતા. અંતે મોડી રાત્રે શાખાના ૨૦ થી વધુ કારોબારી સભ્યશ્રીઓ તથા એજયુકેટીવ કમિટી તથા વિવિધ કન્વીનરો અને સંયોજકો સાથે સંયુક્ત મિટિંગ કરી શાખા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી અને સૂચનો આપ્યા હતા. શાખામાં નવા સભ્યો જોડવા તથા દાંતા, અંબાજી તેમજ વડગામ ખાતે નવી શાખા ખોલવા માટે પ્રાંત હોદ્દેદારો ને મિટિંગ કરવા માટે જણાવ્યું હતું. આ પ્રવાસમાં તેમની સાથે પ્રાંત મહામંત્રી શ્રી વિશ્વેશભાઇ જોષી, વિભાગીય મંત્રી શ્રી રાજેશભાઈ ઠાકર, પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા, મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ, સંપર્ક કન્વીનર શ્રી કિરીટભાઇ રાજગોર, કાયમી પ્રકલ્પ સંયોજક શ્રી ડૉ મિહિરભાઇ પંડ્યા જોડાયા હતા.મિટીગના અંતે શાખા નાં મંત્રી શ્રી મુકેશભાઈ મોઢે દિનેશભાઈ વોરા તથા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રચાર સમિતિ સંયોજક શ્રી ભાવેશભાઈ જોષી ના નમસ્કાર
The Gujarat Live News
