વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત

રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે.

તે જ અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકામાં કર્મચારી મહામંડળના આહ્વાન પર “નમો કે નામ” રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં નાગરિકો, કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ જવાનો તથા સેવાભાવી લોકોએ ઉમંગભેર હાજરી આપી અને માનવતા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.

અધિકારીઓ અને આગેવાનોની હાજરી

આ શિબિરના ઉદ્દઘાટન પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તથા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે રક્તદાન મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે આવો સમાજસેવા આધારિત કાર્યક્રમ સમગ્ર સમાજને પ્રેરણા પૂરી પાડે છે.

ટીમનું સંકલન અને યોગદાન

રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી કાર્યકરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

ખાસ કરીને માનાભાઈ રબારી, પરેશભાઈ ચૌધરી, કાનાભાઈ આહીર સહિતની ટીમે કાર્યનું સુવ્યવસ્થિત સંકલન કર્યું હતું. 

સાથે જ શૈલેષ ઠાકોર (સદારામ બ્લડ સેવા) તથા મહેશભાઈ મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સંસ્થાઓનું સહયોગ

આ શિબિર માટે જગ્યા ભણશાળી ટ્રસ્ટ રાધનપુર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 ટ્રસ્ટના સહયોગથી વ્યવસ્થા સરળ બની હતી. 

સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.

પોલીસ, ડોક્ટરો અને શિક્ષકોની ભાગીદારી

આ શિબિરમાં ખાસ કરીને શહેરના પોલીસ જવાનો, તબીબી તજજ્ઞો, શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રના સેવાભાવી લોકોએ

ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. તેમની હાજરીએ સમાજમાં એકતા, સેવા અને માનવતાની ભાવના મજબૂત બનાવી હતી.

કાર્યક્રમની સફળતા

શિબિરમાં કુલ 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનના જન્મદિવસે સમાજ માટે એક અનોખી ભેટ સમાન છે.

અંતે આ ભવ્ય રક્તદાન શિબિરે એક સંદેશ આપ્યો કે – “રક્તદાન મહાદાન છે”.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સમાજને સેવા, સહકાર અને એકતા માટે પ્રેરણા મળી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!