HP ગેસ ની ઓફિસ આગળ મહિલાઓ તથા પુરુષોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
રસોઈ માટે રાંધણ ગેસ જરૂરી હોવાને કારણે લોકો વહેલી સવારથી જ ઓફિસ ખુલે તે પહેલાં લાઇનમાં ઊભા રહી ગયા હતા.

એજન્સી તરફથી કોઈ ખાસ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં અકળામણ ફેલાઈ હતી. મહિલાઓ સહિત વરિષ્ઠ નાગરિકોએ પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને સિલિન્ડર મેળવવાનો વારો આવવાની રાહ જોવી પડી.
લોકોએ જણાવ્યું કે દર વર્ષે તહેવારોમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે છતાંય ગેસ એજન્સી તરફથી કોઈ યોગ્ય આયોજન કરવામાં આવતું નથી. નવરાત્રી દરમ્યાન લોકોની સંખ્યા વધે છે ત્યારે પૂરતા પ્રમાણમાં ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી હોવા છતાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આટલી લાંબી લાઈનો મા ઉભા રહેવા છતાં એ નંબર આવે એટલે એવુ કહેવા માં આવે કે તમારો બોટલ ત્રણ દિવસ પછી મળશે છેલ્લા ૧૫ દીવસ થી લોકો આ રીતે હેરાન થાય છે તેમ છતાં પ્રશાસન તરફ થી કોઈ એક્શન લેવામાં નથી આવતી હવે કોઈ નીકાલ આવે છે કે નહીં એ જોવા નુ રહ્યુ…..
The Gujarat Live News
અહેવાલ પ્રદિપ ઠાકોર બેચરાજી
