આજરોજ તા.૨૩/૦૯/૨૦૨૫ ના રોજ સિધ્ધપુર ટાઉનમાં આવેલ તિરૂપતિ માર્કેટ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન નંબર-એસ-૭૨ તથા એસ-૭૩ ની વચ્ચેના ભાગે દુકાનની આગળ આવેલ ગેલેરીમાં એક અજાણ્યા ભિક્ષુક જેવા જણાતાં પુરુષ ઇસમ, ઉ.વ.આ.૫૦ ની લોહીથી લથબથ તથા અર્ધનગ્ન હાલતમાં પડેલ લાશ મળી આવેલ જેનું નામ, સરનામું તથા વાલી-વારસો બાબતે તપાસ કરતાં કરાવતાં કોઇ માહિતી મળેલ નહી, જે મરણ જનાર અજાણ્યા ઇસમને ડાબી આંખની ઉપર કપાળના ભાગે ઈજા થયેલ હતી અને જમણા પગે ઢીંચણથી નીચેના ભાગે ઇજા થયેલ હતી. જેથી સદર લાશનું સિધ્ધપુર સિવીલ હોસ્પીટલ ખાતે પેનલ ડોકટર મારફતે પી.એમ. કરાવવામાં આવેલ અને સદર ઇસમનું કોઇ અજાણ્યા ઇસમે હથિયાર વડે કે અન્ય કોઇ રીતે મોત નિપજાવી ખૂન કરેલ હોય જેથી શ્રી સરકાર તરફે અત્રેના સિધ્ધપુર પો.સ્ટે. ના પો.સ.ઈ. જે.આર.શુકલા નાઓએ ફરીયાદ આપતાં, જે ફરિયાદના આધારે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ સિધ્ધપુર પો.સ્ટે. ખાતે ગુ.૨.નં.૧૧૨૧૭૦૩૦૨૫૧૦૧૮/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. જેની તપાસ શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઇન્સેકટર, સિધ્ધપુર પો.સ્ટે. નાઓએ સંભાળેલ.
ઉપરોક્ત દાખલ થયેલ ગુન્હો વણશોધાયેલો હોઈ ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઇ, શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વી.કે.નાથી સાહેબ, પોલીસ અધિક્ષક પાટણનાઓએ જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ તથા શ્રી કે.કે.પંડ્યા, નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આ વણશોધાયેલા ખુનનો ગુન્હો આચારનાર અજાણ્યા ઇસમની ઓળખ પ્રસ્થાપિત કરી ગુન્હો શોધવા માટે શ્રી જે.બી.આચાર્ય, પોલીસ ઇન્સ્પેકટર, સિધ્ધપુર પો.સ્ટે તથા સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.શ્રી જે.આર.શુકલા તથા સિધ્ધપુર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાના આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ, ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સથી તેમજ એફ.એસ.એલ. અધિકારી શ્રી એચ.આર. પટેલ તથા ડોગ હેન્ડલર પ્રકાશકુમાર હરીશંકર ભટ્ટ ની પોલીસ ડોગ-બેબી સાથે મદદ મેળવી તપાસ કરતા, ખાનગી બાતમી આધારે હકિકત મળેલ કે, ગઇ તા.૨૨/૦૯/૨૦૨૫ ના રાત્રીના સમયે સદર મરણ જનાર અજાણ્યા ઇસમની સાથે બીજો એક અજાણ્યો ઇસમ બનાવ સમયે, બનાવ સ્થળે હાજર હોવાની હકિકત જણાઇ આવતાં જેના આધારે સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં શોધખોળ તેમજ નાકાબંધી કરવામાં આવેલ, જે દરમ્યાન શકદાર ઇસમ દિપકભાઈ ઉર્ફે દિપો ઉર્ફે દિપકગીરી સન/ઓફ અમરતભાઇ પરમાર રહે- મેથાણ તા.સિધ્ધપુર જી. પાટણવાળાને સિધ્ધપુર બિન્દુ સરોવર નજીકથી પકડી પાડી તેની ગુન્હા સબંધે ઊંડાણપુર્વક યુક્તિ-પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતાં તેણે કબુલાત કરેલી કે, પોતે તથા મરણ જનાર અજાણ્યો ઇસમ છેલ્લા દોઢેક માસથી સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં સાથે ભિક્ષાવૃતિ કરી જયાં ત્યાં ખાઇને સુઇ રહેતા હોય છે અને ગઈ તા. ૨૨/૦૯/૨૦૨૫ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે પોતે જમવાનું માંગી લાવેલ હોય અને મરણજનાર અજાણ્યો પુરુષ કંઇ ખાવાનું લાવેલ ન હોય અને પોતાની પાસે જમવાનું માંગતાં જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ અને તે દરમ્યાન પોતે ઉશ્કેરાઇ જઇને પોતાની પાસે રહેલ લાકડાના ધોકા
વડે મરણજનાર અજાણ્યા પુરુષને શરીરે માર મારેલ અને ધકકો મારી નીચે પાડી દેતાં, જેના કારણે મરણજનાર અજાણ્યો પુરુષને ગંભીર ઇજાઓ થતાં મરણ ગયેલ હોય મુજબની આપેલ કબુલતના આધારે, સદર બનાવવાળી જગ્યાના આસપાસના તમામ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં સદર ઇસમની હાજરી બનાવ સમયે, બનાવ સ્થળે હોવાનું પ્રસ્થાપિત થતાં જે આધારે મરણજનાર અજાણ્યા ઇસમનું મોત નિપજાવનાર આરોપી-દિપકભાઇ ઉર્ફે દિપો ઉર્ફે દિપકગીરી સન/ઓફ અમરતભાઇ પરમાર, ઉવ.૩૯ રહે- મેથાણ તા.સિધ્ધપુર જી.પાટણવાળાઓને ગુન્હાના કામે અટક કરી, જરૂરી કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે.
આમ, સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ એ.ગુ.૨.નં.૧૧૨૧૭૦૩૦૨૫૧૦૧૮/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા એકટ ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો અનડીટેકટ ગુન્હો ગણતરીના કલાકોમાં આરોપીને ગુન્હામાં વપરાયેલ મારક હથિયાર સાથે પકડી પાડી ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-
(૧) દિપકભાઇ ઉર્ફે દિપો ઉર્ફે દિપકગીરી સન/ઓફ અમરતભાઇ પરમાર, રહેવાસી-મેથાણ તા.સિધ્ધપુર, જી.પાટણ.
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) છાપી પો.સ્ટે. જી.બનાસકાંઠા ગુ.૨.નં.૧૧૧૯૫૦૦૯૨૨૦૦૧૭, ઇ.પી.કો.ક.૧૮૮ મુજબ
(૨) કાકોશી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૧૪૨૧૦૭૫૦/૨૦૨૧ પ્રોહી એકટ કલમ-૬૫એએ મુજબ
The Gujarat Live News
