સમગ્ર વિશ્વમાં જ્યારે નેચરલ હીરા ઉદ્યોગ આર્થિક મંદી અને આંતરરાષ્ટ્રીય અવરોધોના કારણે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે ગુજરાતના સુરત શહેરનો લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ તેજીના શિખરે પહોંચી ગયો છે. ખાસ કરીને આગામી દિવાળીના તહેવાર પૂર્વે લેબગ્રોન હીરા અને તેમાંથી બનતી જ્વેલરીની માંગમાં ધરખમ વધારો થતાં કારખાનાઓમાં ઓર્ડરોનો વરસાદ વરસી રહ્યો છે. આ તેજીને કારણે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષે દિવાળીનું વેકેશન પણ ટુંકુ આવશે, જે હજારો રત્ન કલાકારો માટે રોજગારીનું નવું સૂર્યપ્રકાશ લઈને આવ્યું છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડની માગ વધી
સુરતમાં નેચરલ હીરા ઉદ્યોગ હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. તેમાં પણ યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ બોમ્બના કારણે ભારતીય હીરાની નિકાસ પર પ્રતિકૂળ અસર પડી છે. રીયલ ડાયમંડ હવે વિદેશી બજારોમાં વધારે મોંઘા બની રહ્યા છે, જેના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર થઈ છે. આના પરિણામે વૈશ્વિક ગ્રાહકો હવે એક ઉત્તમ અને સસ્તો વિકલ્પ શોધી રહ્યા છે. આ સ્થિતિનો સીધો ફાયદો સુરતના લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને મળ્યો છે. લેબગ્રોન ઇન્ડસ્ટ્રીની તેજીએ રત્નકલાકારોને મોટી રાહત આપી છે
લેબમાં તૈયાર થતા આ હીરા ગુણવત્તામાં કુદરતી હીરા જેટલા જ હોય છે, પરંતુ તેની કિંમત ઘણી ઓછી હોય છે. રીયલ ડાયમંડની તુલનામાં લેબગ્રોન ડાયમંડ સસ્તો હોવાથી લોકો હવે પોતાની પહેલી પસંદ લેબગ્રોન જ્વેલરી તરફ વાળી રહ્યા છે. GJEPC રિજિયોનલ ચેરમેન જેન્તીભાઈ સાવલિયાના મતે આ માંગ સતત વધતી રહી છે. લેબગ્રોન ઇન્ડસ્ટ્રીમાં આવેલી આ તેજીએ કુદરતી હીરા સાથે જોડાયેલા એવા રત્ન કલાકારોને મોટી રાહત આપી છે, જેઓ મંદીના કારણે બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા. રત્ન કલાકારોને વધારે કામ મળવાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે
લેબગ્રોન ડાયમંડની વધતી જતી ડિમાન્ડને પહોંચી વળવા માટે યુનિટ્સને વધારે કારીગરોની જરૂર પડી રહી છે, જેના કારણે આર્ટિફિશિયલ હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે. સામાન્ય રીતે દિવાળીમાં હીરાના કારખાનાઓમાં લાંબુ વેકેશન હોય છે પરંતુ, ઓર્ડરોની પૂરતીને કારણે આ વખતે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વેકેશન ટુંકુ રહેવાની શક્યતા છે. રત્ન કલાકારોને વધારે કામ મળવાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે અને દિવાળીના તહેવારની ચમક તેમના જીવનમાં પણ ફેલાશે. નિષ્ણાતોના મતે આ મંદીના સમયમાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડ્યું છે અને હવે આ જ ઇન્ડસ્ટ્રી રોજગારી પ્રદાન કરવા તરફ પણ મજબૂતીથી આગળ વધી રહી છે. સુરત હવે વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે અને આ તેજી તેની વૈશ્વિક પકડને વધુ મજબૂત બનાવશે. લેબગ્રોન ડાયમંડની અંદર વર્કરોની ખૂબ મોટી સંખ્યામાં જરૂરિયાત
જયંતીભાઈ સાવલિયા (GJEPC રિજિયોનલ ચેરમેન)એ જણાવ્યું હતું કે, ટ્રમ્પના ટેરિફને કારણે ડાયમંડ ઉપર જે 50% ટેરિફ લાગી નેચરલ ડાયમંડ અને જે રીતના આપણને ઉદ્યોગકારોને જે ચિંતા હતી કે, જે આવનાર સમયમાં રત્નકલાકારોને સૌથી મોટી અસર પડશે અને ત્યાં લોકોની જોબ જતી રહેશે અને આવનારી દિવાળી બગડશે પરંતુ, અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે, લેબગ્રોન ડાયમંડની અંદર વર્કરોની ખૂબ મોટી સંખ્યામાં જરૂરિયાત છે. કારણ કે લેબગ્રોન ડાયમંડ અફોર્ડેબલ ડાયમંડ છે અને નેચરલ ડાયમંડની સામે એમની કિંમત બહુ ઓછી હોવાથી નાના લોકો માણસ જે નાનો વર્ગ છે જેમણે ડાયમંડ પહેરવાનો શોખ હતો પણ ડાયમંડ પહેરી નહોતા શકતા, એમની ડિમાન્ડ અત્યારે વધી છે. રત્નકલાકારોને જે રોજગારી જવાનો ડર હતો એ થોડો ઓછો થયો
નેચરલ ડાયમંડની કમ્પેરિઝનમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી છે. જેના કારણે આ દિવાળી સમયમાં જે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી છે, લોકો જે રીતના લેબગ્રોન ડાયમંડ અફોર્ડેબલ છે અને જે રીતે ગોલ્ડના પ્રાઇઝ વધી રહ્યા છે, જેની સામે જ્વેલરી નેચરલ ડાયમંડમાં જો લગાવવામાં આવે જ્વેલરી તો બહુ કોસ્ટલી થાય. એની દ્રષ્ટિએ પણ લોકો લેબગ્રોન ડાયમંડ પ્રિફર વધારે કરે છે. જેના લીધે આવનાર સમયની અંદર દિવાળીની અંદર જે આ ડિમાન્ડ વધી છે અને વેકેશન ટૂંકા થઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આવનાર સમયમાં ક્રિસમસ જેવા તહેવાર આવી રહ્યા છે અને ટેરિફ એટલો બધો ઊંચો હોવાથી નેચરલ ડાયમંડની પ્રાઇઝ વધી જતાં લોકો લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની ઇન્ટરનેશનલમાં ડિમાન્ડ વધી છે, જેના કારણે પણ લેબગ્રોન ડાયમંડની વધારે ડિમાન્ડ છે, જેના કારણે વેકેશન ટૂંકા થાય છે અને લોકોની જે રોજગારી જવાનો ડર હતો એ થોડો ઓછો થયો છે. લેબગ્રોન ડાયમંડની ખરીદી માટે નવો એક વર્ગ ઊભો થયો
લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઘણા સમયથી આપણને છેલ્લા ત્રણ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝને ટકાવવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. જેના લીધે એક જીવનદાન આપણી ઇન્ડસ્ટ્રીઝ માટે લેબગ્રોન બહુ સારી છે. પણ નેચરલ ડાયમંડની વાત કરીએ તો નેચરલ ડાયમંડ આજે જે પૈસાવાળા છે, જે લોકો ફીલિંગ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા, એ લોકો આજે પણ નેચરલ ડાયમંડ જ પ્રિફર કરે છે. નેચરલ ડાયમંડ એ ધનિષ્ઠ લોકો જે લોકો બ્રાન્ડમાં છે એ લોકો માટે આજે નેચરલ ડાયમંડ એ જ પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે, પરંતુ જે રીતની મંદી ચાલી રહી છે, જે રીતના ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇવેન્ટો થઈ રહી છે એની સામે લેબગ્રોન ડાયમંડની ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટું અને નવો એક વર્ગ ઊભો થયો છે, જે સીઝન જ્વેલરી બાય કરતા હતા એની જગ્યાએ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આવી છે, જેના લીધે આપણો એક બેલેન્સિંગ, કોઈ પણ ઇફેક્ટ આવે છે જે આફત આવે છે એને પહોંચી વળવા માટે લેબગ્રોન ડાયમંડ આપણને ખૂબ મદદરૂપ થયું છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!