આજરોજ આઇસીડીએસ ઘટક ભાભર દ્વારા નગરપાલિકા હોલ ભાભર ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર .


જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, ભાભર તાલુકા વિકાસ અધિકારી કે.વી.મોઢેરા .નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ, આરબીએસકે ડોક્ટર કિરણસિંહ રાજપૂત, ડોક્ટર જીતેન્દ્રભાઈ દરજી,ડોક્ટર ભાવેશભાઈ,ડોક્ટર હેતલબેન,ડોક્ટર નેહાબેન, હિતેશભાઈ ઠક્કર. મહેશભાઈ પંડ્યા તેમ જ મુખ્ય દાતા આશિષકુમાર નટવરલાલ ઠક્કર. નાસ્તાના દાતા જલારામભાઈ ખીમજીભાઈ અખાણી તેમજ તમામ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.
પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો હોય એટલે કે લાલમાંથી પીળા કે લીલાગ્રેડમાં અથવા પીળા માંથી લીલાગ્રેડમાં આવેલ તમામ બાળકોના માતા-પિતાનું પોષણ સંગમના લોગો વાળા ખાદીના હાથ રૂમાલ આપી સન્માન કરવામાં આવેલ તેમજ બાળકોને ક્રેયોન્સ કલર અને કલર બુક આપવામાં આવેલ
આ પ્રોગ્રામમાં પોષણ સંગમ કાર્ડ વિશે સમજ આપતો સ્ટોલ આઇસીડીએસ યોજનાઓ થકી આંગણવાડી માં મળતી સેવાઓ વિશે જાણકારી ટી એચ આર માંથી બનાવવામાં આવતી વાનગીઓનું પ્રદર્શન તેમજ પ્રિસ્કૂલ તથા પૂર્ણા કીટ પ્રદર્શન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કિશોરીઓને અપાતા લાભથી માહિતગાર કરવામાં આવેલ
આ પ્રોગ્રામમાં ભાભર આંગણવાડી કેન્દ્ર ના કાર્યકર દ્વારા આંગણવાડીઓની સેવાઓ વિશે સમજણ આપેલ ભાભર 11 ની કિશોરી દ્વારા કિશોરીઓને આંગણવાડીમાંથી મળતી સેવાઓ વિશે સમજૂતી આપેલ તેમજ આગણવાડી કેન્દ્ર ભાભર 4 નું બાળક દ્વારા સરસ મજાનું બાળગીત રજૂ કરેલ.
સમગ્ર પ્રોગ્રામ નું આયોજન અને મોનિટરિંગ આઇસીડીએસ ઘટક ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા ,આંકડા મદદનીસ ભાનુભાઈ પંડ્યા, એન એન એમ બ્લોકકો-ઓર્ડીનેટર કિશનભાઇ વાઘેલા, પી.એસ.ઈ સંગીતાબેન આસલ મુખ્ય સેવિકા કામિનીબેન વાઘેલા, ડિસમુ- કો ઓર્ડીનેટર ભાવનાબેન માળી તેમજ સમગ્ર તેતરવા સેજાના કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવેલ અને ભાભર ઘટકમાં ગ્રામ્ય લેવલે દરેક ગામ દીઠ તેમજ ભાભર નગરપાલિકા વોર્ડ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આંગણવાડી કાર્યકર કાંતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવે.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
