ડૉ. સંજય અખાણીની બેદરકારી સામે લોકોમાં રોષ — આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો

રાધનપુરના સાતૂન રોડ નજીક આવેલ નવજીવન ક્લિનિકમાંથી મોટાપાયે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતો હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ છે.

કચરામાંથી ઇન્જેક્શન, વપરાયેલી દવાઓ, વાયગ્રા ટેબ્લેટ્સ તેમજ એક્સપાયર દવાઓ મળી આવતાં લોકોના આરોગ્ય સાથે મોટું જોખમ ઊભું થયું છે.

માહિતી મુજબ, પાલિકાની કચરો ભરવા જતી ગાડીમાં ક્લિનિકનો બાયો-મેડિકલ વેસ્ટ નિકાલ થતો હોવાના પુરાવા સામે આવ્યા છે.

જે બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનો ખુલ્લેઆમ ભંગ ગણાય છે.

કચરાનો યોગ્ય નિકાલ ન થવાને કારણે રોગચાળો ફેલાવાનો ભય વધ્યો છે.

આ ઘટનાથી હેલ્થ વિભાગ તથા રાધનપુર પાલિકાની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 

સ્થાનિક લોકોએ ડૉ. સંજય અખાણી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

હાઇવે ચાર ઉપર આવેલી નવજીવન ક્લિનિક સામે હાલ લોકોમાં ભારે રોષ છે અને તાત્કાલિક તપાસ તથા કડક પગલાંની માગ સાથે હલચલ મચી છે.

સ્થાનિક લોકો ની માગ

“શું હેલ્થ વિભાગ કાર્યવાહી કરશે કે આંખ આડા કાન કરશે?”

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!