ભારતીય કિસાન સંઘ કચ્છ જિલા દ્વારા દશ પ્રશ્નો ને લઈને જંગી મેકરણ દાદા ના અખાડે શરૂઆત થયા બાદ 3દિવસ માં 30થી વધુ ગામોમાં ગઈ…જ્યાં ખૂબ મોટા પ્રમાણ માં ખેડૂતો..ગ્રામજનો ના પ્રતિસાદ મળ્યો..

.ગામડે ગામડે નાની નાની ભૂલકાઓ આ રથ ને વધાવવા અને સામૈયા કરવા પહોંચી..મોટી સંખ્યામાં માતૃ શક્તિ જોડાઈ..અને જિલા તાલુકાના વિવિધ આગેવાનો ખેડુતો સાધુ સંતો..મહંતો જોડાયા…

સરકારી ની ખેડૂત વિરોધી નીતિ નો ગામડે ગામડે પ્રચાર કરવામાં આવ્યો…સૌ લોકોએ એક j અવાજે વચન આપ્યું

કે

ભુજ માં દોઢ મહિના પછી યોજાનારી મહા સભામાં સૌ ગ્રામજનો હાજર રહેશે…અને ભુજમાં અંદાજિત સવા લાખ લોકો ઉમટી પડશે…

ત્યાંથી જે કઈ આહવાન થાય એ આવનારી ચૂંટણી માં પાલન થશે એવું વચન ગામ લોકો દ્વારા આપવામાં આવ્યું.

આ રથ ફરી લાભપાંચમ થી શરૂ થઈ 600ગામડાઓમાં ફરશે..અને જન જાગૃતિ લાવશે..અને સમગ્ર જિલા માં જાહેર સરકારી કાર્યકમો નો વિરોધ કરવામાં આવશે..

હાજર આગેવાનો..જિલાપ્રમુખ શ્રી કરમણભાઈ ગાગલ, મંત્રી વાલજી ભાઈ લીંબાણી, લડત ના કન્વીનર શિવજીભાઈ બારડીયા, સહ ક્નવીનર ડાયાભાઇ રૂડાણી, સમગ્ર જિલા ટીમ…વિવિધ તાલુકાના આગેવાનો જોડાયા..

ભારતીય કિસાન સંઘ કચ્છ

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!