દીપાવલીના શુભપ્રસંગોનો પ્રારંભ ચૂક્યો છે. ત્યારે વડોદરાના શિવ ભક્તો સંસ્કારી નગરીની આગવી ઓળખ અને ફૂલોની સુગંધ ફેલાવવા વડોદરાથી કેદારનાર ખાતે પહોંચ્યા છે. શિવ ભક્તો દ્વારા ફૂલોથી મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. 15 કારીગરો 18 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલો અને કલ્ટ ફ્લાવર દ્વારા ભવ્ય શણગાર કરવામાં આવી રહ્યો છે. દિવાળીના આ પાવન અવસરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વડોદરાના શિવભક્તો અને સ્વેજલ વ્યાસના આયોજન હેઠળ કેદારનાથ ધામમાં ભગવાન મહાદેવના મંદિરનો ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો છે. કેદારનાથ મંદિરમાં શણગાર માટે વડોદરાથી રંગબેરંગી ફૂલો લઈ જવાયા
આ વર્ષે ખાસ રૂપે 18 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલો અને કલ્ટ ફ્લાવર વડોદરાથી 10,000 ફૂટની ઉંચાઈએ સ્થિત કેદારનાથ ધામ સુધી પહોંચાડવામાં આવ્યા છે. બરફની ઠંડી વચ્ચે પણ 15 કુશળ કારીગરો દ્વારા મંદિરનો શણગાર શ્રદ્ધા અને સમર્પણથી પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ દિવ્ય કાર્યનો હેતુ માત્ર સૌંદર્ય નથી, પરંતુ ભક્તિ, સમર્પણ અને એકતાનો સંદેશ સમગ્ર દેશભરમાં પહોંચાડવાનો છે. કેદારનાથના કપાટ બંધ થવાની વિધિ પૂર્વે હજારો શ્રદ્ધાળુઓ શણગારના દર્શન કરશે
આગામી તા. 23 ઓક્ટોબર 2025ના રોજ સવારે 8 વાગ્યે ભગવાન કેદારનાથના કપાટ બંધ થવાની પવિત્ર વિધિ પૂર્વે આ ફૂલ શણગારના દર્શન હજારો ભક્તોને ભક્તિમય અનુભૂતિ કરાવશે. વડોદરાથી કેદારનાથ સુધી ભક્તિનો આ અખંડ પ્રકાશ દરેકના હૃદયમાં મહાદેવ પ્રત્યેની અદમ્ય શ્રદ્ધાનો સંદેશ આપશે. આ અંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, દિવાળીના પવન પર્વ નિમિતે સર્વ નગરજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. વડોદરા શહેરનું એક સૌભાગ્ય છે કે અયોધ્યા મંદિર હોય કે સોમનાથ મંદિર કે કેદારનાથ મંદિરનો શણગાર જ્યારે મંદિરના કપાટ ખુલે ત્યાંથી બંધ થાય ત્યારે આ ભવ્ય શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે. વધુમાં કહ્યું કે, આજે સવારથી મંદિરનું ડેકોરેશન શરૂ કરવામાં આવ્યું છે અને સાંજ સુધીમાં આ શણગાર પૂર્ણ કરવામાં આવશે. દિવાળી ના દિવસે આ ભવ્ય શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવે છે અને આ વખતે એક સરકારી અધિકારી દ્વારા ફુલ આપવામાં આવ્યા છે. અમારી ટીમના મયંકભાઇ પટેલ શિવભક્ત દર વર્ષે કારીગરોની જેવી સેવા તો હંમેશા અમારી સાથે હોય છે અને દર વર્ષે આ સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થાય છે. અને આવતા વર્ષે મંદિરના કપાટ ખુલે ત્યારે આપ પણ અહીંયા આવી શણગાર કરો તેવી મહાદેવને આજે પ્રાર્થના કરુ છું. આ સમાચાર પણ વાંચોઃ
સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, 8 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી એક રોપવે બનાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને સોંપ્યો છે. આ રોપવેનો ખર્ચ આશરે ₹4,081 કરોડ રૂપિયા થશે અને તે દરિયાની સપાટીથી 12,000 ફૂટ ઉપર બનાવવામાં આવશે, જે પર્યાવરણીય પડકારોનો સામનો કરશે. હાલમાં, સોનપ્રયાગથી કેદારનાથ સુધીનું ચાલવાનું અંતર 21 કિમી છે, પરંતુ રોપવે સાથે તે ઘટીને 12.9 કિમી થઈ જશે, જે મુસાફરી પહેલા 7 થી 8 કલાક લેતી હતી તે ફક્ત 36 મિનિટમાં પૂર્ણ થશે. આ રોપવે 2032 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)