પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ નાઓએ પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી આર.કે.પટેલ પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર પોલીસ નાઓના માર્ગદશન હેઠળ થોડાક દિવસ અગાઉ રાધનપુર ટાઉન વિસ્તારમાં આવેલ કંસારાવાસની સામે આવેલ દુકાનુ તાળુ તોડી કોઇ અજાણ્યા ચોર ઇસમો દુકાનમાં પ્રવેશ કરી ચોર આરોપીઓ દ્વારા દુકાનમા રિપેરીંગ માટે આવેલ વાસણો જેમા પીતળના બેડા તથા પીતળની ગોળી તથા પીતળના બુધેણા તથા ઘોણીયા તથા તાબાની ગોળી એમ કુલ તાબા—પીતળના ૧૫૦ કિ.ગ્રાના વાસણો જે કુલ નંગ-૬૧ જેની કુલ કિ.રૂ/- ૧,૫૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય આ ચોરી કરનાર અજાણ્યા ઇસમોને શોધી કાઢવા પોલીસ ઇન્સપેકટર આર.કે.પટેલ નાઓ દ્વારા આ બાબતે અલગ-અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા જણાવેલ હોય જેની રાધનપુર પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા અને હ્યુમન સોર્સ થી મળેલ બાતમી આધારે આ ચોરીને અંજામ આપનાર આરોપીઓને પકડી પાડી વણશોધાયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઠાકોર રાજભાઇ અજમલભાઇ રહે. મોટાઠાકોરવાસ રાધનપુર તા.રાધનપુર જી.પાટણ
(૨) ઠાકોર આનંદભાઇ કનુભાઈ રહે. મોટાઠાકોરવાસ રાધનપુર તા.રાધનપુર જી.પાટણ
(3) દેવીપુજક સંજયભાઇ ગાંડાભાઇ રહે.વારાહી વાવલવાસ તા. સાંતલપુર જી.પાટણ
(૪) કાયદાના સંધર્ષમાં આવેલ બાળકિશોર
ડિટેકટ થયેલ ગુન્હાની વિગતઃ-
(૧) રાધનપુર પો.સ્ટે ગુ.૨.નં-૧૧ર૧૭૦૨૭૨૫૧૦૮૮/૨૦૨૫ B.N.S.કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(a)
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) પીતળના બેડા નંગ-૩૦ તથા પીતળની ગોળી નંગ-૧૩ તથા પીતળના બુધેણા તથા ઘોણીયા નંગ-૧૫ તથા તાબાની ગોળી નંગ-૦૩
એમ કુલ તાબા-પીતળના ૧૫૦ કિ.ગ્રાના વાસણો નંગ-૬૧ જેની કુલ કિ.રૂ/-1,50,000/-
The Gujarat Live News
