તારીખ 27-10-2025 સોમવારના રોજ ઐઠોર ગામે શ્રી અંબાજી માતાના મંદિર ખાતે ગામી તથા પરિવાર તરફથી યજ્ઞ અને દીકરીઓનો સત્કાર-સ્વાગત વિધીનો કાર્યક્રમ યોજાઈ ગયો.

જેમાં બહેન-દીકરીઓને ભેટ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં સ્વાગત ગીત અને એક પાટીદારની દીકરી શું કરી શકે તેના વિશે અને એક દીકરી વિશેના ભાષણથી સૌ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જેની ઐઠોર ગામજનોએ પણ નોંધ લીધી હતી. કાર્યક્રમમાં સમાજના દાતાઓ, આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે સૌએ સાથે ભોજન પ્રસાદી લીધી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
