આ ખાડાઓ નેતાઓની નજરમાં આવતા હશે કે કેમ??

ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર.

ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે.

Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર, બાજુમાં શ્રી ગણપતિ મંદિર ઐઠોર તરફ જવાના રિલાયન્સ પેટ્રોલપમ્પ વાળા ઓવરબ્રીઝ પર વર્ષોથી અનેકવાર થીગડાંઓ પુરવા છતાંય હાલ સામાન્ય વરસાદમાં અનેક ઠેકાણે કેટલાય નાના-મોટા ખાડા પડી ગયા છે.

જે રાતના અંધારામાં દેખાતા ના હોવાથી આવનાર કેટલાય વાહન ચાલકો ખાડામાં પછડાય છે,

ખિલાસરી નીકળીને બહાર આવી હોય તેવા કેટલાય ખાડાઓ વાહન ચાલકો માટે જીવનુ જોખમ બની ગયા છે.

સુ આ ખાડાઓનું કાયમી સમાધાન શક્ય નથી??

માત્ર ને માત્ર ભ્રસ્ટાચાર અને સ્વાર્થના રાજકારણમાં વ્યસ્ત રહેતા (કહેવાતા દેશભક્ત) નેતાઓ અને નામ પૂરતા હોદ્દેદારો લોકોની સમસ્યાઓ સામે ક્યારે જોવા તૈયાર થશે??

સામાન્ય લોકો રામભરોસે હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

સામાન્ય લોકોના ભરેલ ટેક્સથી બનતા કરોડો રૂપિયાના આવા ઓવરબ્રીઝમાં ભ્રસ્ટાચારની ‘દુર્ગંધ’ ચારે બાજુ ફેલાઈ રહી છે. આ બાબતે આવતા જતા વાહનદારો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જવાબદાર કોણ?

નિર્દોષ લોકોનો સુ દોષ??

મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક કાયમી ધોરણે આ બધા જ ખાડાઓ માટે કઈક સારી વ્યવસ્થા થાય તેવી ભારે લોકમાંગ ઉઠી છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!