જેમાં એકલનારી શક્તિ મંચ ગુજરાતના સંસ્થાપક ડૉ. સુશીલાબેન ખાસ ઉપસ્થિત રહેલ, તેમને ગુજરાતના 30 લાખ એકલબેનોની પરિસ્થિતિ અંગે વાત કરેલ, સમાજમાં એકલબેનો સાથે થતા ભેદભાવ અને કુરિવાજો થી થતી પીડાઓ અંગે પોતે કરેલ પી એચ ડી માં થયેલા અનુભવો

અંગે રાપર ના બહેનો સમક્ષ અભ્યાસ ના તારણો મુકેલ, ઘરેલુ હિંસા, સામાજિક અસુરક્ષા અને કુરિવાજો નો ભોગ બનતી મહિલાઓ ના જીવંત ઉદાહરણ આપેલ, તે માટે તેઓ એ વિધવા થયા પછી જે એકલબેનો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે

તે અસહય છે, તેના માટે તેઓ ગુજરાત ના ગામડે ગામડે જઈ એકલબહેનો ના મુદ્દા પર છેલ્લા 25 વર્ષ થી કાર્યરત છે, તેમને એકલબહેનો ના સંગઠન બનાવવા પર ભાર મુકેલ, તેમને જણાવેલ કે સાટા પદ્ધતિ બાળવિવાહ અને વ્યસન જેને લીધે સમાજમાં આડઅસર ઘણી પહોંચે છે

સાથે જણાવેલ કે દીકરીઓ સાથે થતા ભેદભાવને લીધે જેન્ડર નો રેસીયો નીચે ગયેલ છે સાથે સમાજમાં બળાત્કારના ભોગ બનતી મહિલાઓ નું પ્રમાણ વધ્યું છે જેને અટકાવવા માટે સમાજે, નાગરિકોએ સરકારે અને સમાજના ઉત્થાન માટે કામ કરતી સંસ્થાઓ એ પ્રયાસો કરવાના રહેશે સાથે એકલબેનોને આશ્રય મળે, તેમની સાથે ભેદભાવ ના થાય એવી

વ્યવસ્થા સમાજ અને સરકાર ઊભી કરે અને એકલ બેનો માન ભર મોભાથી જીવી શકે તેવા સમાજની રચના અંગેના સૌ પ્રયાસો કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી, કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના જાનવી બહેને સરકારી યોજના અંગે માહિતી આપેલ હતી,

જ્યારે એકલનારી શક્તિ મંચ કચ્છના ઉપપ્રમુખ હલીમાંબેન સોઢા દ્વારા જણાવવામાં આવેલ હતું કે હાલમાં રાપર તાલુકામાં એકલ બહેનો સાથે થતી હિંસા નું પ્રમાણ વધ્યું છે હાલની પરિસ્થિતિમાં નાની બાળાઓ અને વૃદ્ધ મહિલાઓ પણ અત્યાચારનો ભોગ બની રહી છે

ત્યારે આવી બેનો માટે સમાજે અને સરકારે સાથે રહી અને મદદ કરવાની ખાસ જરૂર છે, સામાજિક કાર્યકરો હંસાબેન ચૌહાણ, શેરબાનુબેન સીદી

શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘ રાપર તાલુકા અધ્યક્ષ રામજીભાઈ રાજપુત તેમજ મહિલા અધ્યક્ષ રાધાબેન ઠાકોર મંત્રી હેતલબેન ચાવડા હાજર રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા અનિલભાઈ ધેડા અને બધી બેન પટેલ દ્વારા કરવામાં આવેલ.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!