આજ 6-2-26 શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખવા શ્રી હીરાબેન અને તેમના પરિવારે ઐઠોર ગામ અને આજુબાજુના ખેતરોમાં રખડતા કુતરાઓને ખાવા માટે લાડવા બનાવડાવી – વિતરણ કરી જીવદયાના મહાન સત્કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.

આ દિવસે તેમણે ઐઠોર ગામના બાલમંદિરના બાળકોને પણ નાસ્તો વિતરણ કર્યું હતું સાથે જીવદયા ને લગતી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી.
સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો સાથે આયોજિત તેમનું આ સેવાકાર્ય આખા ઐઠોરમાં પ્રેરણાદાયક અને પ્રશંસાને પાત્ર બની રહ્યુ છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
