સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના PA એવા હેડ કોન્સ્ટેબલ ઉપર લકઝરી બસમાંથી ઉતરેલા બે વ્યક્તિ અને ભાજપના ખેસ વાળી કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી હતી. પંચ (હાથમાં પહેરવાનું હથિયાર) વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનો કારચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કારચાલક બિન્દાસ એક પાનના ગલે ગયો હતો અને ત્યાં તેણે સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કારની અંદર ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. ઘરે જતા સમયે ટ્રાફિક હોવાથી ક્લીયર કરવા કારમાંથી ઉતર્યા
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જેસરના બીલાગામના વતની અને નાના વરાછા પટેલ ફળિયાની પાછળ ગીરનાર સોસાયટી શેરી નં.4 ઘર નં. 218 પહેલા માળે 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહીર પરિવાર સાથે રહે છે. અક્ષયકુમાર પોલીસ કમિશનના પીએ તરીકે ફરજ બજાવે છે. 5 ફેબ્રુઆરીની રાતે નોકરી પૂરી કરી તે પોતાની કારમાં ઘરે જતા હતા. 10 વાગ્યાના અરસામાં નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ ઉપર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ટ્રાફિકજામ થયો હતો, જેથી તેમણે કારમાંથી ઉતરીને ટ્રાફિક ક્લીયર કરાવવાનું શરૂ કર્યું હતું. બસ અને કાર હટાવવાનું કહેતાં અંદરથી યુવકો ઉતર્યા
આ સમયે ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ (GJ-14-Y-9222) અને તેની પાસે ઉભેલી કાર (નં.જીજે-16-બીકે-7191) ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી અક્ષયકુમારે તેમના ચાલકને હટાવવા કહ્યું હતું. આથી બસમાંથી ત્રણ વ્યક્તિ, જ્યારે કારમાંથી ચાલક અને તેની સાથે કે વ્યક્તિ નીચે ઉતરીને તેમની પાસે આવ્યા હતા અને પૂછ્યું હતું કે, અમને ગાડી હટાવવાનું કહેવાવાળો તું કોશ છે? અક્ષયકુમારે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી આઈકાર્ડ બતાવ્યું હતું. પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ મુક્કા માર્યા
પોલીસ જવાન અક્ષયકુમારે આઈકાર્ડ બતાવ્યાં છતાં કારચાલક અને તેની સાથેના વ્યક્તિએ ‘તું પોલીસ હોય તો શું થયું, તારુ કઈ કામ નથી’ તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો હતો. કારચાલકે તેમનું ગળું પકડીને હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે ચારથી પાંચ મુક્કા મારતા લોકો ભેગા થતા તેઓ ભાગી ગયા હતા. અક્ષયકુમારને મોઢા અને નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા તેમને નાકમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું હતું. પત્નીને મુકવા આવેલો શખસ કાર મુકી ફરાર
બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ અક્ષયકુમારની ફરિયાદના આધારે કારચાલક અને અન્ય ત્રણ અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી કારના નંબરના આધારે તપાસ કરતા તે કારનો માલિક કતારગામ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. પત્નીને ટ્રાવેલ્સમાં મુકવા આવેલો કારચાલક હુમલા બાદ ઘરેથી ફરાર થતા કાપોદ્રા પોલીસે તેની કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કારમાંથી ભાજપનો એક ખેસ મળ્યો
કાપોદ્રા પોલીસ દ્વારા આ કારની તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી આધારે કાર સુધી પહોંચતા જાણ થઈ હતી કે, જે કારચાલક છે તે એક પાનના ગલ્લા પર ઉભો રહ્યો હતો અને સિગરેટ ફૂંકી હતી. ત્યારબાદ પોલીસના હાથે પકડાઈ જશે તેમ માનીને તે કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલતો પોલીસ દ્વારા કારને કબજે કરવામાં આવી છે. આ કારમાંથી ભાજપનો એક ખેસ પણ મળી આવ્યો છે, જેથી કાર માલિક ભાજપનો કોઈ કાર્યકર્તા હોય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે. કારનો અકસ્માત થયાની પણ શંકા
કાપોદ્રા પોલીસ દ્વારા જ્યારે આ કારને કબજે લેવામાં આવી, ત્યારે અકસ્માત ગ્રસ્ત કાર થઈ ગઈ હોય તે પ્રકાર કારના બોનેટની નુકસાનગ્રસ્ત મળી આવી છે. જેથી ભાગતા સમયે અકસ્માત કર્યો હોય તે પ્રકારનું પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. કારના નંબર આધારે તપાસ કરતા કોઈ દિવ્યેશ નામના યુવકની આ કાર હોવાનું જાણવા મળ્યું છે અને તે કતારગામ વિસ્તારમાં રહે છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!