અમદાવાદમાં એસ.જી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગના બી વિંગના ત્રીજા માળે આજે અચાનક આગ લાગી હતી. જે આગ ત્રીજા માળથી ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી હતી. અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જ ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારે શહેરના પોશ એરિયામાં આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગની ટીમની પોલ ખુલી છે. એટલે કે ફાયરની ગાડીઓને એક કિલોમીટરનું અંતર કાપતા 21 મિનિટ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આગના કારણે કાચ ધડામ દઈને તૂટ્યા
મળતી માહિતી મુજબ, 22મેએ આજે બપોરે એસ.જી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગના બી વિંગના ત્રીજા માળે ગીતા પાવર નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે આગ જોતજોતામાં ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચી હતી. આગના કારણે ચોથા અને પાંચમા માળે નુકસાન થયું છે. આ દરમિયાન આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આગને કારણે બિલ્ડિંગના કાચ ધડામ કરતા કડડભૂસ થવા લાગ્યા હતા. હાઈડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું
ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓએ સ્થળ ઉપર પહોંચી આગને કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને આગને કાબૂમાં કરી લેવામાં આવી છે. જ્યારે ફાયર વિભાગની ગાડીઓ સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં આગનો બીજો એક બનાવ
જીવરાજ પાર્ક વિસ્તારમાં બંધ ફલેટમાં આગ
બીજા એક અન્ય બનાવમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ફ્લેટમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. બીજા માળ ઉપર આવેલા મકાનમાં આગ લાગવાની જાહેરાત થતા ફાયર બ્રિગેડ ની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. બંધ મકાન હતું અને કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.