લાઠીના ઠાંસા-મુળીયાપાટ-સુવાગઢ માર્ગ પર રૂ. ત્રણ કરોડના ખર્ચે નવો પુલ મંજુર કરાવતા ઘારાસભ્ય જનક તળાવીયા
લાઠી-દામનગર અને બાબરાના લોકપ્રિય ધારાસભ્ય જનક તળાવિયાએ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે લાઠીના ઠાંસા, મુળીયાપાટ અને સુવાગઢને જોડતા માર્ગ પર નવો પુલ બનાવવા માટે રૂ. 3 કરોડ મંજૂર કરાવ્યા છે. આ નિર્ણયથી આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે અને તેઓએ ધારાસભ્ય અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
ધારાસભ્ય જનક તળાવિયા તેમના મતવિસ્તારના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેઓએ તાલુકાના તમામ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક પ્રયાસો કર્યા છે. તેમના પ્રયાસોથી રોડ-રસ્તા, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો વધુ આધુનિક બન્યા છે.
આ નવા પુલના નિર્માણથી ઠાંસા, મુળીયાપાટ અને સુવાગઢ સહિત આસપાસના ગામડાઓના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ચોમાસા દરમિયાન આ માર્ગ પર પાણી ભરાવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે, ધારાસભ્ય જનક તળાવિયા હંમેશા લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે અને આ પુલના નિર્માણથી તેમની લાંબા સમયથી પડતર માંગણી પૂર્ણ થઈ છે. આ વિકાસકાર્ય માટે તેમણે ધારાસભ્ય જનક તળાવિયા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો
The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
