ગઈ કાલે તા 24/2/2026 ના રોજ રાત્રે 7.30 વાગે શ્રી વૈદ્યનાથ મહાદેવ, લાખવાડ મુકામે અબોલ જીવો પરના અત્યાચાર સામે લોકજાગૃતિ માટે મહેસાણાના દરેક જીવદયાપ્રેમી સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓની અગત્યની મીટીંગ મળી, જેમાં મહેસાણામાં ખૂબ જ વધી રહેલા અબોલા જીવ અત્યાચાર ને રોકવા માટે ની કામગીરી ને લઈ મહત્વ ના નિર્ણય લેવામાં આવ્યા.

જેમાં મહેસાણાના સર્વ જીવદયા પ્રેમીઓની કમિટીની રચના કરવામાં આવી. તેમાં નક્કી થયા મુજબ ટૂંક સમયમાં મહેસાણા વિસ્તારમાં કન્વિનર નિમવામાં આવશે અને અબોલા જીવના અત્યાચાર માટે કમિટી દ્રારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.

અબોલા જીવ પર અત્યાચાર સામે તંત્ર દ્રારા જો કોઈ પગલા લેવામાં નહીં આવે તો કમિટી દ્વારા ન્યાયની અપીલ કરવામાં આવશે. તે સાથે જે વિસ્તાર માં ઘટના બને છે તે ઘટના ને કમિટી ના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર વિગત સાથે મુકવામાં આવશે અને ન્યાયની માગ કરવા માં આવશે.

મહેસાણાના સર્વ જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓ એક સાથે હવે અબોલા જીવની રક્ષા કરશે ને અબોલા જીવ અત્યાચાર સામે ન્યાય ની લડત આપશે. હવે મહેસાણા માં જીવદયા પ્રેમી નું સંગઠન મજબૂત થતા ન્યાય ની ફરજ પડશે

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!