ઊંઝામાં બહારમાઢ વસ્તી-5 સમિતિ દ્વારા તારીખ 24-02-26 મંગળવારે રાત્રે 8:30 કલાકે આયોજિત વિરાટ હિંદુ સંમેલન રંગપુર સમાજની વાડી, ઊંઝા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ કાર્યક્રમના વિસ્તારમાંથી ભેદભાવ વગર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન સ્વદેશી, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ જાગૃતિ, સામાજિક સમરસતા અને કુટુંબ પ્રબોધન જેવા વિષયો પર પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી ગોપાલદાસજી મહારાજ (બલોલ આશ્રમ) ના આશીર્વચન મળ્યા હતા, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યા હતા. તેમના સંદેશ દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ પ્રસર્યો હતો.
આયોજકો દ્વારા બહારમાઢ વસ્તી-5 સમિતિના તમામ ઉપસ્થિત મહાનુભાવો, કાર્યકરો અને સહયોગીઓને કાર્યક્રમ સફળ બનાવવામાં આપેલા સહકાર બદલ હૃદયપૂર્વક આભાર પણ માનવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે સાથે મળી સૌએ મહાપ્રસાદ નો પણ લાભ લીધો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
