આજે યોજાયેલ આ પરીક્ષામાં ઊંઝા તાલુકાના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર હાજર રહ્યા.

શ્રેયસ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, નિયામક ઈશ્વરભાઈ પટેલ, વિનુભાઈ રાવલ, ઊંઝા શહેર યુવા મોરચા પ્રમુખ પીન્ટુભાઈ નટરાજ, આચાર્યશ્રી તેમજ શિક્ષકમિત્રો દ્વારા પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી, તિલક કરી, બોલપેન આપી શુભેચ્છાઓ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. પાઠવવામાં આવી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
