કચ્છ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સાઉન્ડ મેડિટેશનના સેશનમાં ઉત્સાહભેર લીધો ભાગ

કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ માટે થેરાપ્યુટિક સાઉન્ડ મેડીટેશનનો દ્વારા નવતર પ્રયોગ

કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ માટે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી ભુજ ખાતે એક વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન સેશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સરકારી કામકાજ અને જવાબદારીઓ વચ્ચે અધિકારીશ્રીઓ તણાવમુક્ત રહી શકે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે આશયથી આ અનોખા સાઉન્ડ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુશ્રી અનિલા ગડા દ્વારા વિશેષ ‘સાઉન્ડ મેડિટેશન સેશન’ માં અધિકારીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. થેરાપ્યુટિક સાઉન્ડથી “ડીપ રેસ્ટ”, ધ્વનિ તરંગોની મદદથી શરીરના તણાવને દૂર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલે સાઉન્ડ મેડિટેશનને ખૂબ જ અસરકારક ગણાવી રોજિંદા જીવનમાં ઉતારવા સૂચન કર્યું હતું. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની આ અનોખી અને સ્વાસ્થ્યલક્ષી પહેલને કચ્છના તમામ અધિકારીશ્રીઓએ બિરદાવી હતી. અધિકારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દૈનિક વહીવટી કામગીરી અને સતત વ્યસ્તતા વચ્ચે ‘સાઉન્ડ મેડિટેશન’ જેવા આયોજનો શારીરિક-માનસિક સમતુલા જાળવવા તેમજ નવી ઊર્જાનો સંચાર કરવા માટે મદદરૂપ બને છે. કલેક્ટરશ્રીના આ પ્રેરણાદાયક અને હકારાત્મક અભિગમને સૌ અધિકારીઓએ આવકાર્યો હતો. અધિકારીશ્રીઓએ આ સેશનને મનને એક નવી ઉર્જા સાથે ભરી દેનારું અને શાંતિ આપનારું સેશન ગણાવ્યું હતું. ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓએ સાઉન્ડ મેડીટેશનને અસરકારક જણાવીને પોતાના રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સેશન દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, સિવિલ ડીફેન્સના એડિશનલ કલેક્ટરશ્રી ભરત પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનીલ જાદવ, જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ

તેમજ કચ્છમિત્રના તંત્રીશ્રી દિપક માંકડ, મદદનીશ તંત્રીશ્રી નીખિલ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!