શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓએ મે.જીલ્લા.મેજી.સા.શ્રી પાટણનાઓના જાહેરનામા બાબતે ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે જે.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, કિમ્બુવા પાટીયાથી કિમ્બુવા ગામ જતા રોડ પર આવેલ કેનાલની બાજુમાં આવેલ બાવળોની ઝાડીમાં એક ઇસમ દેશી હાથ બનાવટની બંદુક લઇને ફરે છે. જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા દેશી બનાવટની બંદુક સાથે ઇસમ મળી આવતા સદરી ઇસમને પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધમાં સમી પો.સ્ટે. આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સરસ્વતી પો. સ્ટે. સોંપવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
(૧) દેશી બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ. ૨૫૦૦/-
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) શેરખાનભાઇ સ/ઓ સુલતાનભાઇ સિંધી રહે.રાવળવાસ તળાવની બાજુમા, મેળોજ તા.સિધ્ધપુર જી.પાટણ
