આ કાર્યક્રમનું આયોજન ઊંઝાના સિનિયર કોચ ભરતભાઈ પ્રજાપતિ દ્વારા તેમની શાળા શ્રી રેવાભાઈ વકીલ (નવજીવન ) પ્રાથમિક શાળા, ઊંઝા નવજીવન ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યશ્રી નયનાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આશીર્વાદ આપી બેલ્ટ ગ્રેડેશન પરીક્ષાની શુભ શરૂઆત કરાવી હતી.
આ બેલ્ટ પરીક્ષામાં વિવિધ વય જૂથના આશરે 80 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. જેમાં Yellow Belt થી લઈને Brown Belt સુધીની વિવિધ ગ્રેડની પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી.
બેલ્ટ ગ્રેડેશન પરીક્ષા લેવા માટે નૉર્થ ગુજરાતના ચીફ ઇન્સ્ટ્રક્ટર 5th Dan Black Belt Shihan જયેશ પ્રજાપતિ મુખ્ય પરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે Shihan ભાવેશ પ્રજાપતિ અને Shihan દીપક શર્મા પણ ઉપસ્થિત રહી પરીક્ષા પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના કરાટે કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કરી પ્રશંસા મેળવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
