દર વર્ષની જેમ આ વર્ષે પણ સખ્ત ગરમીમાં પાણી વગર તડપતા પક્ષીઓ માટે વિના મૂલ્યે પોતાના ગામ ઐઠોર અને હાલના પોતાના નિવાસ સ્થાન ઊંઝા એમ બે સ્થળેથી એક સાથે પાણીના કુંડા અને ચકલીઓના માળા વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યા છે.

સીરામીક, સોલર વોટર હીટર, એક્વાગાર્ડ (R.O) નો ધંધો કરતા મૂળ ઊંઝા તાલુકાના ઐઠોર ગામના જીતુભાઇ પટેલ દર વર્ષે આ સેવા અચૂક કરે છે,
અને અન્ય સામાજીક સેવાઓમાં પણ અનુકૂળતા એ શક્ય સહકાર આપતા હોય છે.
તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ 500 લીટર સોલાર વોટર હીટર ગણપતિ મંદિર,ઐઠોરમાં સ્વ. પટેલ મણિલાલ વેલદાસ સુણકા (શિક્ષક) તથા સ્વ. બાબુભાઈ મણિલાલ પટેલ સુણકા (મોટાભાઈ) ના નામે બે સોલાર વોટર હીટર દાન પેટે પણ આપેલ છે.
આખા ગામમાં તેમની આ અબોલ પશુ-પક્ષીઓ માટેની સેવાની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
-સરનામું
જીતેન્દ્રકુમાર મણીલાલ પટેલ
(સુણકા)
(શક્તિ સિરામિક, ઊંઝા)
ગણેશ પાર્ક સોસાયટી, બસ સ્ટેન્ડ સામે,ઐઠોર
મો. 98251 05934
-સરનામું
જીતેન્દ્રકુમાર મણીલાલ પટેલ,
(ઐઠોર વાળા)
(શક્તિ સિરામિક)
13, આલોક બંગ્લોઝ, હાઈવે રોડ, ઊંઝા
મો. 98251 05934
The Gijarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
