ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે.

કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી હતી.

આખા ઐઠોર ગામમાં બહાર રહેતો કદાચ એકેય પરિવાર એવો નહિ હોય જેઓ આ મેળામાં આવતા નહિ હોય.

રાત્રે મોડા સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ રહી હતી.

દરેક ક્ષેત્રમાં સ્વયં સેવકોની સેવા પણ નોંધપાત્ર રહી હતી.

વરતારા મુજબ આખુ નવું વર્ષ 10 આની સારું રહેશે,

વર્ષ ખેતીલાયક સારુ રહેશે.

ભાવમાં સ્થિરતા રહેશે.

વરસાદ વહેલો આવશે.

આ પરંપરા મૂળ ઐઠોરમાં છેક ગાયકવાડ સરકાર વખતથી ચાલુ હોવાનું મનાય છે.

વરતારો જોનારી કમિટી આખા ગામમાંથી ટોડા – કુટુંબ મુજબ 1 વ્યક્તિની વ્યવસ્થા મુજબ કુલ 18 વ્યક્તિઓની બનેલી હોય છે.

ચોથના દિવસે સાંજના આખા ગામ વચ્ચેથી આ કાર્યક્રમ જાહેરમાં યોજાય છે અને બીજા દિવસે સવારે 11 વાગે વરતારો નક્કી કરી જાહેર કરવામાં આવે છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!