વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ચૈત્ર સુદ 3-4-5 અને તારીખ 21- 22-23 માર્ચ 2026 નો ભવ્ય મેળો સુકન મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ ગયો.

પ્રમુખ શ્રી મનુભાઈ આર. પટેલે આપેલ માહિતી મુજબ અપાર ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો છે.

તૈયારીના ભાગ રૂપે

સંસ્થા તરફથી અગાઉથી જ સરસ વ્યવસ્થા ગોઠવાયેલ હતી. મેળાના 2 દિવસમાં આશરે 16 હજાર કરતા વધુ ભક્તોએ બપોર-સાંજ ભોજન પ્રસાદીની અને ચા ની પ્રસાદીનો આશરે 30 હજાર કરતા વધુ ભક્તોએ લાભ લીધો.

અંદાજિત 250 જેટલા સ્થાનિક ગામના સ્વયંસેવકો ખડેપગે દાદાના ભક્તોની સેવામા હાજર રહ્યા.

ગામની ચારેબાજુ પાણીની પરબથી માંડી પાર્કિંગની સરસ વ્યવસ્થા હતી.

ગામમાં પ્રસંગ દરમ્યાન સહેજ પણ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

સ્થાનિક તંત્ર, દાતાઓશ્રીઓ, વ્યવસ્થા કમિટી, સ્વયંસેવકો, પોલીસ તંત્ર જરૂરી સેવામાં સહયોગ આપતા તમામનો શ્રી ગણપતિ મંદિર સંસ્થા વતી પ્રમુખ શ્રી મનુભાઈ આર. પટેલ, ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ અને ટ્રસ્ટીઓ, મંત્રી ગણે ભાવપૂર્વક ખુબ-ખુબ આભાર માન્યો અને કળિયુગના જીવંત પરચાધારી શ્રી ઐઠોરા ગણેશની કૃપા સૌ ભક્તો પર બની રહે અને સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!