તંત્રની આ ભારે બેદરકારી આવતા જતા નેતાઓની નજરમાં ક્યારે આવશે,,??

બન્યો ત્યારથી જ વિવાદમાં રહેલ ઊંઝા રિલાયન્સ પેટ્રોલપમ્પથી શ્રી ઉમિયા માતાજી મંદિર તરફનો ઓવરબ્રીઝ હવે તંત્રની સારી નિયમિત સફાઈ વ્યવસ્થાના અભાવે આવતા-જતા વાહનચાલકો માટે ઝોખમી બનતો જાય છે.

વરસાદી પાણી ભરાવાથી ચિકાસને લીધે બાઈક લપસી પડવાનો ભય.

માટી, કાંકરી, રેત ઉડતા અકસ્માતનો ભય પણ વધે છે. ઘણા મહિના પહેલા કચરાની ભરી રાખેલી માટીની થેલીઓમાં એક ફૂટ કરતા વધુ મોટુ ઘાસ થઇ ગયુ છે તે પણ કોઈની નઝરમાં કેમ આવતું નહિ હોય??

વળી ચોમાસામાં 11 ગરનાળા વાળો રસ્તો કીચડ વાળો બની જવાથી આ ઓવરબ્રીઝ પર વાહનચાલકોનો ઘસારો વધી જાય છે.

ઊંઝા apmc, શ્રી ઉમિયા માતાજીનું મંદિર અને આજુબાજુના ગામડાઓમાં પણ આ ઓવરબ્રીઝનો ઉપયોગ કરીને જવું પડે છે.

કઈક અયોગ્ય બને તે પહેલા સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!