પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો તથા કાછડ હેઠવાડીયા કોડ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આજે ભક્તિ અને ઉમંગનો માહોલ છવાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર ખાસ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભાગવત કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો. પૂર્વ મંત્રીશ્રીએ પણ કથાનું શ્રવણ કરી આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મકતા લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગામમાં સર્વત્ર ભક્તિમય વાતાવરણ વચ્ચે મહેમાનનું આત્મિય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
