સંસ્થાની સેવકો દ્વારા ચા અને ફળાહારની ફ્રી માં પ્રસંસનીય કામગીરી.

આજ ચૈત્ર વદ ચોથ ને તારીખ 05-04-26 ને રવિવારે શ્રી ગણપતિ મંદિર ઐઠોરના દિવ્ય દર્શન હેતુ સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
ગામડાઓમાં ખેતીની સીઝન મોટા ભાગે પુરી થઇ ગઈ છે અને સ્કૂલમાં છોકરાઓને પણ પરીક્ષા પુરી થઇ ગઈ હોવાથી અને રવિવાર નિમિત્તે આખા પરિવાર ને સાથે દર્શન માટે આવવાની સારી તક મળી હતી. હજારો ભક્તોએ અઢળક તાઝા અનેક રંગબેરંગી ફૂલોથી શોભતા દાદાના નયનરમ્ય દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ સમયે સંસ્થા તરફથી ચા, પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક સેવાઓ મળતી હોય છે.
ભારે ઘસારામાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક બપોરે આશરે 15 હજાર કરતા પણ વધુ ભક્તોએ મોરૈયાના સ્વાદિષ્ટ ફળાહારનો લાભ લીધો હતો.
પાકા ભોજનમાં પણ 1700 જેટલા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.
આશરે 1200 વર્ષ જૂના દાદાની ચમત્કારીક મનોહર રૂપના દર્શને દિવસે અને દિવસે વધતા ભક્તોના ભારે ઘસારાને પહોંચી વળવા શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર અને દાતાઓ, સેવકો સાથે મળી શક્ય તમામ રીતે પ્રયત્નશીલ હોય છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
