અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈ પાણીમાં ગયેલા ત્રણ યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવનું સમયસર લોકાર્પણ કરવામાં આવ્યું નથી. રિડેવલપમેન્ટ કરાયેલા તળાવની જગ્યામાં દરરોજ સાંજે અસામાજિક તત્વો અને કેટલાક લોકો ગેરકાયદે રીતે ઘૂસી દારૂ અને ડ્રગ્સનો નશો કરતા હોવા અંગેની જાણ કોન્ટ્રાક્ટરે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરખેજ પોલીસને કરી હતી. આ માટે 5-5 પત્ર લખ્યાં હતાં પણ કોઈપણ પ્રકારના પગલાં ન લેતા ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો પડ્યો. TRP અગ્નિકાંડથી લઈ મોરબી બ્રિજ જેવી દુર્ઘટનાઓથી પણ જે તંત્રના પેટનું પાણી ના હલતું હોય એમની પાસે ત્રણ મોત માટેની જવાબદારીની તો અપેક્ષા રાખવી જ નિરર્થક છે. આપણું નિંભર તંત્ર હંમેશા પોતાની ચામડી બચાવવા માટે શૂરુપૂરું છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના જીવ ગયા છે અને પણ AMC જવાબદારી લેવા જ તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં કોઈ સિક્યુરિટી પણ મૂકી નહોતી. અહીં ન તો કોઈ સિક્યુરિટી ગાર્ડ હતો ના તો બોટ લોક હતી. જો કોર્પોરેશને આટલું કામ કર્યું હોત તો ત્રણેય યુવકની જિંદગી બચી ગઈ હોત. આ દુર્ઘટના બાદ દિવ્ય ભાસ્કરે શકરી ગાર્ડનને લઈ ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું હતું. અમે ઘણાં એવા ડોક્યુમેન્ટ્સ મેળવ્યા છે જેમાં કોર્પોરેશન કેટલું ગંભીર છે તેનો સીધો જ જવાબ મળી જાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેની કામગીરી માર્ચ-એપ્રિલ 2025માં પૂર્ણ થઈ ગઈ છે. આ તળાવનો કબજો મ્યુનિસિપલ કોર્પોરેશનને લેવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પત્રો લખવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર રીતે તળાવને નુકસાન કરવામાં આવી રહ્યું હોવાની મ્યુનિસિપલ કમિશનરથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આ બાબતે કોઈ ગંભીરતા ન દાખવવામાં આવતા ત્રણ યુવાનોએ જીવ ગુમાવવો પડ્યો છે. આમ 5 મહિનાનો સમય વીતી ગયો છે. આ પણ વાંચો: શકરી તળાવમાં ડૂબેલા 3 યુવાનનો છેલ્લો એક્સક્લૂસિવ VIDEO 10 દિવસ પહેલાં 6 યુવાનો તળાવમાં પડ્યા હતા
સરખેજના શકરી તળાવમાં અવારનવાર અસામાજિક તત્વો સાંજના સમયે ઘૂસી જતા હોવા અંગેની પણ ફરિયાદો કરવામાં આવી છે ત્યારે દિવ્ય ભાસ્કર પાસે શકરી તળાવમાં 10 દિવસ પહેલા જ 6 જેટલા યુવાનો ગેરકાયદે રીતે શકરી તળાવમાં ભરેલા વરસાદી પાણીમાં નાહવા પડ્યા હોવાનો વીડિયો મળ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે છ જેટલા યુવક તળાવમાં નાહવા પડ્યા છે તેમાં ત્રણ યુવક તળાવના પાણીના અંદરના ભાગે છે. જ્યારે ત્રણ તળાવના કિનારે પાસે બેઠેલા જોવા મળ્યા છે. તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી છતાં પણ લોકો તળાવની જગ્યામાં આવી જાય છે. આ પણ વાંચો: ચા-પાણી પી નીકળ્યો ને મોત મળ્યું, 5 મહિનાની દીકરી નોધારી AMCને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું-જાનહાનિ થશે તો કોન્ટ્રાક્ટરની જવાબદારી નહીં
રિડેવલપમેન્ટનું કામ કરનારી કોન્ટ્રાક્ટ કંપની સંકલ્પ ઇન્ફ્રાકોન દ્વારા મે-જૂનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એડિશનલ સીટી ઇજનેર અને ગાર્ડન વિભાગના અધિકારીઓને સંબોધીને લખાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને લોકોના બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવાથી કોઈ અકસ્માત કે જાનહાનિ થઈ શકે છે. ભવિષ્યમાં જો કોઈ જાનહાનિ થશે તો આ માટે કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે નહીં. જે આપને જાણ કરવામાં આવે છે. આસપાસના લોકો ગેરકાયદે રીતે ગેટ કૂદીને પ્રવેશે છે
દિવ્ય ભાસ્કરને માહિતી મળી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરખેજના શકરી તળાવને રિડેવલપમેન્ટના કરવા માટે સંકલ્પ ઇન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા ફ્રી ડેવલપમેન્ટના કામગીરી કરવામાં આવી હતી. જેમાં વોકવે, ગાર્ડનમાં લોન ઉગાડવી, પ્ લેગ્રાઉન્ડ એરિયા, રમતગમતના સાધનો લગાવવા સહિતની કામગીરી કરવામાં આવી છે. માર્ચ-એપ્રિલ 2025 સુધીમાં કોન્ટ્રાક્ટર દ્વારા આખા શકરી તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. તળાવને સંપૂર્ણપણે તૈયાર કરીને ત્યાં ગેટને તાળું પણ મારવામાં આવ્યું હતું. પરંતુ આસપાસના સ્થાનિકો ગેરકાયદે રીતે દીવાલો કૂદીને ગેટના તાળા તોડીને અંદર જતા રહેતા હોવાની ઘટનાઓ બનવા લાગી હતી. ડ્રગ્સ અને દારુનો નશો કરવા માટેનો અડ્ડો બન્યું લેક
કોન્ટ્રાક્ટર સંકલ્પ ઇન્ફ્રાકોન દ્વારા કામગીરી પૂર્ણ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી અને તળાવનો કબજો લેવા માટે જાણ કરી હતી. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં. બીજી તરફ મે-2025માં કોન્ટ્રાક્ટર દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે તળાવના રિડેવલપમેન્ટની કામગીરી પૂરી કરવામાં આવી છે. પરંતુ તળાવના ગેટ ઉપર લોક મારવા છતાં પણ આજુબાજુમાં રહેતા લોકો અને અસામાજિક તત્વો કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર આવી જાય છે અને તળાવમાં હાલમાં જ બનાવેલા ગાર્ડનમાં ક્રિકેટ રમવા લાગે છે. જેથી ગાર્ડનનો ઉછેર થતો નથી. સામાજિક તત્વો દ્વારા ગેરકાયદે રીતે ઘુસી અને દારૂ તેમજ ડ્રગ્સનો નશો પણ કરે છે. જ્યારે સ્ટાફ દ્વારા તેને રોકવામાં આવે છે તો ગાળા ગાળી કરી માર મારવાની ધમકી આપવામાં આવે છે. જેના કારણે ગાર્ડનનું ઉદ્ઘાટન થતું નથી. આ ઉપરાંત શકરી તળાવ પાસે કાયમી પોલીસ પેટ્રોલિંગ કરવા માટેની જાણ કરવામાં આવી હતી. છોકરાઓ જબરદસ્તી પ્રિમાઈસિસમાં પ્રવેશી ક્રિકેટ રમે છે
કોન્ટ્રાક્ટર દ્વારા મે અને જૂન 2025માં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એડિશનલ સીટી એન્જિનિયરને પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે તળાવના રીડેવલપમેન્ટની કામગીરીમાં ગાર્ડનમાં વોટરિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી AMCના બોરમાં પાણીની મોટર ઉતારવા મૌખિક તેમજ લેખિત રીતે વિનંતી કરી છે, જે આજના દિવસે તેના માટે જરુરી ઈલેક્ટ્રિક કનેક્શન અને સબમર્સિબલ પંપ પણ બોરમાં ઉતારવામાં આવ્યા નથી અને પરિણામ સ્વરૂપ અસહ્ય ગરમીને લીધે પાણીની ઘણી અછત વર્તાય છે. અગાઉના પત્રોમાં જણાવ્યા મુજબ આજુબાજુના લોકો અનધિકૃત રીતે જબરદસ્તી પ્રિમાઈસિસમાં પ્રવેશી ક્રિકેટ અને અન્ય રમતો રમે છે. જેને લીધે લગાવેલી લોન નીકળી જાય છે અને વધુ ઉગી શકતી નથી. AMCને સિક્યુરિટી મુકવા ઘણી વખત મૌખિક-લેખિત વિનંતી કરી
આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત જાણ જરૂરી ફોટોગ્રાફ સાથે અગાઉના પત્રમાં પણ કરી છે અને જરૂરી કાયમી સિક્યોરીટી માટે નિમણૂક માટે વીનંતી પણ કરવામાં આવી છે. આ સિવાય અલગ અલગ રાઈડસ લગાવવામાં આવી છે. તેનું કોન્ક્રિટ તાજું હોવા છતાં અને મનાઈ કરવા છતાં લોકો ઉપયોગ કરે છે અને તેને અટકાવવા જઈએ તો ઝઘડો કરે છે. જેટલા ગેટ છે તેના પર લોક પણ લગાવેલા હોવા છતાં કમ્પાઉન્ડ કુદી અંદર ઘૂસી જાય છે તો આ બધું નુકસાન અટકાવવા માટે તાકીદે AMCને સિક્યુરિટી મુકવા ઘણી વખત મૌખિક તેમજ લેખિત વિનંતી કરવા છતાં આ બાબતે બાબત અંગે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.સરખેજ પોલીસને પણ કોન્ટ્રાક્ટર દ્વારા જાણ કરવામાં આવી ત્યારે સરખેજ પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનને સિક્યુરિટી મુકવા માટે જણાવી દીધું હતું. સરખેજ પોલીસ કે કોર્પોરેશને પગલાં ના લીધા ને દુર્ઘટના બની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સરખેજ પોલીસને તળાવમાં કોઈ અકસ્માત અને જાનહાનિ થઈ શકે છે એવી જાણ કરવા છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવતા આ ગંભીર દુર્ઘટના બની અને ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો છે. શકરી તળાવ રીડેવલપમેન્ટ માટે 5 મહિનાથી બનીને તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આ એક ગંભીર દુર્ઘટના બની હોવાનું પણ કારણ સામે આવ્યું છે. ઝુંપડાઓ હટાવવા મામલે ચાલી રહી છે ખેંચતાણ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શકરી તળાવની બાજુમાં એક કલેક્ટર હસ્તગતનો પ્લોટ આવેલો છે. જેમાં 30-40 જેટલા ઝૂંપડા છે. આ ઝુંપડાઓમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે અને જ્યાં સુધી આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી તેવા ઝુંપડાઓને હટાવવા નહીં, જેના કારણે તળાવ બનીને તૈયાર હોવા છતાં પણ લોકાર્પણ કરવામાં આવતું નહોતું. સંકલન સમિતિમાં પણ આ બાબતે એક બે વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તળાવને લોકાર્પણ કરવા દેવામાં આવ્યું નથી. જે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ કલેકટર હસ્તગતના પ્લોટમાં ઝુંપડાઓને દૂર કરવાના બાકી છે અને ત્યાં વૃક્ષારોપણ થાય પછી લોકાર્પણ કરાશે એ બાબતનો પણ સ્વીકાર કર્યો હતો. કલેકટરને ઝુંપડાઓ દૂર કરવાની જાણ કરી છે: ડે.મ્યુનિ કમિશનર
જોકે આ સમગ્ર બાબતે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે તળાવના રીડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ તળાવની આજુબાજુમાં જે પ્લોટ આવેલા છે તેમાં એક કલેક્ટર હસ્તગતનો પ્લોટ આવેલો છે, જેમાં કેટલાક ઝુંપડાઓ છે, આ ઝુંપડાઓને દૂર કરી ત્યાં વૃક્ષારોપણ કરવાનું છે. જેથી હજી સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. કલેકટરને પત્ર લખીને આ ઝુંપડાઓ દૂર કરવાની જાણ કરવામાં આવી છે. પરંતુ ચોમાસા દરમિયાન ઘર ખાલી નહીં કરાવવા અંગેની પોલિસી હોવાથી ચોમાસું પૂર્ણ થયા બાદ દબાણો દૂર કરી ત્યાં પ્લોટનો કબજો મેળવી તળાવનું લોકાર્પણ કરવામાં આવશે મ્યુનિ.ને કબ્જો આપ્યો નથી, જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય: રીક્રિએશન કમિટી
જ્યારે સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રીડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તાવાર રીતે કબજો સોંપવામાં આવે છે. જેમાં જરૂરી ચકાસણી કરીને કબજો મેળવી અને ત્યારબાદ જ કોર્પોરેશનની તમામ જવાબદારી હોય છે. પરંતુ શકરી તળાવમાં અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને કબજો આપવામાં આવ્યો નથી. જેથી સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે આ તળાવ લોકાર્પણ માટે તૈયાર થઈ ગયું છે. જેનો કબજો મેળવી લેવામાં આવે. આજુબાજુના સ્થાનિકો કમ્પાઉન્ડ અને તળાવમાં જતા હોવાની પણ અવારનવાર ફરિયાદો મળી હતી. જેથી કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી કે આ બાબતે કડક સિક્યુરિટી રાખવામાં આવે. સ્થાનિકોએ મને કોર્પોરેટર તરીકે જાણ કરી હતી કે આજુબાજુના કેટલાક લોકો અને બાળકો કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર જાય છે અને જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જેથી આ બાબતે અમે અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી કે અહીં સિક્યુરિટી વધારો. ઝુંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપો: અમિત ઠાકર
વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે લોકો શકરી તળાવમાં કલેકટર હસ્તગતના પ્લોટમાં જેટલા ઝુંપડાઓ આવેલા છે તે ઝૂંપડાઓમાં રહેતા લોકો અને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એવી મારી પોતાની માંગ હતી. જો ચંડોળા તળાવના રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવતી હોય તો શકરી તળાવમાં રહેતા લોકોને કેમ વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા આપવા અંગેની મેં રજૂઆત કરી હતી. 30 જેટલા ઝુંપડાઓ ખાલી થઈ ગયા છે કેટલાક ઝુંપડાઓ બચેલા છે. તળાવના રી- ડેવલોપમેન્ ની કામગીરી કરવામાં આવી છે. જોકે ત્યાંની પરિસ્થિતિ જોતા હજી સુધી લોકાર્પણ થાય તેવી સ્થિતિમાં નથી.