રાધનપુરમાં બુટલેગરનો ખોફ ફરી સામે આવ્યો છે. 

સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર આશરે ૨૦ વર્ષથી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચલાવતા બુટલેગરે ફરી એક પરિવાર પર હુમલો કર્યો છે.

 

ફરિયાદો છતાં કડક કાર્યવાહી ન થતાં હુમલાનો સીસીટીવી વીડિયો બહાર આવ્યો છે, જે કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

હુમલાના ભય વચ્ચે એક પરિવારે પોતાનું ઘર છોડવું પડ્યું હોવાની વાત પણ સામે આવી છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે અને મહિલાઓ વિધવા બની છે.

સીસીટીવી સામે હુમલાનો વીડિયો ખુલ્લેઆમ પુરાવો આપે છે કે બુટલેગર કેટલો બેફામ બની ગયો છે.

અગાઉ પણ પથ્થરમારો કરતા વીડિયો વાયરલ થયો હતો, છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા બુટલેગરના હિંમત વધતા જવાના આક્ષેપ છે.

લોકોની સ્પષ્ટ માગ છે કે કાયદા વ્યવસ્થા કડક પગલાં લે અને બુટલેગરના આતંકનો અંત લાવે, નહીં તો લોકોનો પોલીસ પરનો વિશ્વાસ તૂટી જશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!