રાજકોટ, તા.૮,૯ ઓગષ્ટના રોજ રાજકોટ, રામવાડીથી નજીક થોરાળાની સીમમાં રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં એટલે કે બલરામ ખેડૂત સેવાધામમાં દર મહિને શનિ, રવિ એમ બે દિવસ તાલીમ કેમ્પ યોજવામાં આવે છે.

અને રેવન્યું નિષ્ણાંત રમણીકભાઈનો હેતું જે ખેડૂત જગતનો તાત (પિતા) છે.તે રેવન્યું કાયદાથી પીડાઇ રહેલો છે.તો આવા કપરા કાળમાં રેવન્યું ગુરુ નહિ નફો નહિ નુકશાનના ધોરણે ખેડૂત પોતે પોતાનો વકીલ બને તેવો તાલીમ કેમ્પ દર મહિને શ્રી બલરામ ખેડૂત સેવાધામમાં તાલીમાર્થીને જમવા, રહેવા, નાસ્તા, પાણી વગેરેની વ્યવસ્થા સાથે બે દિવસ અને એક રાત્રી રહેવા, જમવાની વ્યવસ્થા સાથે લીલી હરિયાળી તેમની વાડીમાં ગોઠવવામાં આવે છે.તેમજ આ બધી જ માહિતી યુ ટ્યુબ માં રમણીકભાઈ કોટડીયા લખો એટલે તેના બધા જ વિડીયો સાંભળવા મળશે. ખરેખર ખુબજ નિષ્ઠાપૂર્વક, તટસ્થ અને પ્રમાણિકપણે તાલીમ આપે છે.તેમજ અહીં તાલીમમાં ૪ થી ૭૦૦ કિલોમીટર સુધીથી ખેડૂતો આવે છે.તેમજ ઓલ ગુજરાતમાં તેમના વિચાર પ્રમાણે ખેડૂતો ભેગા થાય અને તાલીમ લેવા ઇચ્છતા ખેડૂતોને ફ્રિમાં તાલીમ કેમ્પ યોજે છે. આજે પ્રથમ દિવસે (૧) હક્કપત્રકને લગતી નોંધ ઇ. ઘરામાંથી નીકળે, મોટા ભાગના માને મારા રેકર્ડ આવી ગયા પણ તે બધા રેકર્ડ નથી.(૨) તેના સાધનિક કાગળોની જરૂર પડી તો – અને સરકારી કામ માટે છેલ્લા ૨૫ વર્ષ પહેલાના કાગળો કાઢવાની જરૂર નથી.પણ કોઈ પોતાના કામકાજ માટેની નોંધના સાધનિક રેકર્ડ જોઈએ તો હસ્ત લીખીત હોય તો પંચાયતમાંથી મળે. સર્વે ભવનમાંથી ફેશલપત્રક, આકાર બંધ, ટીપ્પણ, સ્ક્રેચ, કે જે પી, માપણી સીટ વગેરે મળે. માપણી થઈ છે પણ હજી માપણી સીટ બન્યા પહેલા કે મેળવ્યા પહેલા માપ તપાસી લેવું જોઈએ, સર્વે નંબર દેખાતું નથી, આકાર બંધ દેખાતું નથી આછી પ્રિન્ટ આવી તો પણ પરિશિષ્ટ ૬ ભરો.ખેતરના નામમાં સુધારણાની અરજી, રેકર્ડ,૭/૧૨માં નામ સુધારણા વગેરે ઉપર વિસ્તૃત માહિતી આપી.ખાસ, રેકર્ડનો સુધારો કરો ત્યારે પણ પ-રપ વ્યક્તિઓને સુધારો વાંચી સંભળાવો. કારણ કે આપણે સામાન્ય કંકોત્રી હોય તો પણ તેનો ડ્રામો પ-રપ ને બતાવીએ છીએ તો પણ કાંઈ ભૂલ રહી જાય છે. જ્યારે ખેતીના રેકર્ડ તો પેઢી-દર પેઢી સુધી રાખવાના છે. માટે તેમાં ભૂલના રહેવી જોઈએ. આ રીતે રેવન્યું નિષ્ણાંત ટોટલ ૯૪ વિષયો ઉપર બે દિવસમાં વિસ્તૃત સીધી, સરળ ભાષામાં અને નિર્ભયતાથી જગતના પિતા ખેડૂતને જ્ઞાન પીરસે છે.તેમજ આ તાલીમ કેમ્પમાં આવતા સર્વો તાલીમાર્થી અને સ્વયંસેવકો આ કાર્યને બિરદાવે છે.તેમજ આ તાલીમમાં સામાન્ય ખેડૂત થી ઉચ્ચ અધિકારી અને વકીલો પણ લાભ લે છે.તેમજ આપણા સંવાદદાતા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખે બધા જ તાલીમાર્થીને આ ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો જેથી ઉનાળાની ગરમીથી રાહત મળી શકે.

The Gujarat Live News અહેવાલ ભાનુભાઈ પાનશેરિયા. રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!