ભાભર શહેરના આંગણવાડી કેન્દ્ર નં. ૧૦ ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અને આંગણવાડી પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં બાળગીત, રમતો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. માળી ભાવનાબેન કો-ઓર્ડીનેટર આઇસીડીએસ ભાભર, અતિથિ વિશેષ, મંજુબા વાઘેલા, સુખીભા ઈસુભા રાઠોડ, ભમરસિંહ હજુભા રાઠોડ આંગણવાડી કાર્યકર વિધિબેન એસ ગોકલાણી કેન્દ્ર નંબર 10 રાવળ ભનુબેન ગોપાલભાઈ કેન્દ્ર નંબર 2 તેડાગર સંતોકબા એમ ઝાલા રાઠોડ ચેહરબા એસ તેમજ સગર્ભા,ધાત્રી અને આંગણવાડી ના નાના નાના ભૂલકાઓ તેમજ વાલી માતાઓ એ હાજરી આપી. આ ઉપરાંત લાભાર્થીઓને ફળ અને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું તેમજ બાળકોને ગરમ નાસ્તો અને કુલ્ફી આપવામાં આવી આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેનું ‘પ્રશસ્તિ પત્ર’આપી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આભાર વિધિ કરી ‘આંગણ મિલન સેવા'(પોષણ અને વિકાસનો ઉત્સવ) કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

The Gujarat Live News અહેવાલ : સુનિલભાઈ ગોકલાણી, ભાભર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!