સુરતના પાંડેસરા વિસ્તારની ‘તેરે નામ ચોકડી’ પાસે એક 25 સપ્ટેમ્બરે ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં માલ-સામાન ઉતારવા આવેલા એક ટેમ્પોચાલક અને તેના સાથીદારને જાહેરમાં ઢોર માર મારી અધમુવા કરી દીધા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેમ્પોને રસ્તાની સાઈડ પર લેવા બાબતે સ્થાનિક લોકો અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્રણથી ચાર યુવાનો તેમજ બે મહિલાએ ભેગા મળીને ટેમ્પો ચાલક અને તેના સાથી પર લાકડાના ફટકા અને પ્લાસ્ટિકની પાઇપ વડે હિચકારો હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મારામારીના દૃશ્યો યુવક બેભાન થયો છતાં અમાનવીય રીતે માર મારવાનું ચાલુ રાખ્યું
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, હુમલાખોરો રસ્તા વચ્ચે યુવકોને નિર્દયતાથી લાતો અને મુક્કા મારી રહ્યા છે. મારનો ભોગ બનેલા બે યુવકો રસ્તા પર બેભાન થઈને ઢળી પડ્યા હોવા છતાં એક હુમલાખોર અમાનવીય રીતે પ્લાસ્ટિકની પાઇપથી તેને મારી રહ્યો છે. આજુબાજુ મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે અને લોકોનું ટોળું આ સમગ્ર ઘટનાનો તમાશો જોઈ રહ્યું હતું, પરંતુ કોઈએ પણ વચ્ચે પડીને યુવકોને બચાવવાનો કે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. વીડિયોના આધારે પાંડેસરા પોલીસે 5ની અટકાયત કરી
સોશિયલ મીડિયામાં રસ્તા વચ્ચે જાહેરમાં થઈ રહેલી આ મારામારીના દૃશ્યો વાઇરલ થતાં જ પાંડેસરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાતે પહોંચી હતી. વીડિયો ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ માર મારનારા પાંચ આરોપીની ઓળખ કરીને અટકાયત કરી છે. આ મામલે પાંડેસર પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાડેજાએ જણાવ્યું કે, પીડિતોનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!