રાપર તાલુકાના બેલા ગામે 7 જર્જરિત રૂમો અને 1 પતરાનો શેડ દૂર કરાયા બાદ કાટમાળની હરાજી યોજાશે

રાપર તાલુકાના બેલા ગામે આવેલી શ્રી વિસાસરવાંઢ પ્રાથમિક શાળામાં વર્ષોથી જર્જરિત બનેલા ઓરડાઓ અને પતરાના શેડને દૂર કરવાની કામગીરી અંતર્ગત જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાળાના કુલ 7 જર્જરિત રૂમો અને 1 પતરાના શેડ તોડી પાડવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નીકળનારા કાટમાળને લઈ જવા માટે જાહેર હરાજી રાખવામાં આવી છે.

જાહેર હરાજી તા. 06 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11:00 કલાકે શ્રી વિસાસરવાંઢ પ્રાથમિક શાળા (બેલા) ખાતે યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) તથા આચાર્યશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

હરાજી સંબંધિત નિયમો અને શરતો હરાજીના દિવસે સ્થળ પર ઉપસ્થિત લોકોને વાંચી સંભળાવવામાં આવશે. હરાજીમાં રસ ધરાવતા લોકો વધુ માહિતી માટે આચાર્યશ્રી અથવા SMC પરિવારનો મોબાઈલ નંબર 9825437501 પર સંપર્ક કરી શકે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!