જિલ્લાવાસીઓએ ગુજરાત પોલીસને આપ્યો સેલ્યુટ – વંદન – અભિનંદન
બનાસકાંઠા: જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતોમાં લોકોના જીવ બચાવવા બનાસકાંઠા પોલીસ તંત્ર આગળ આવ્યું હતું.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ જવાનો સતત કામગીરી કરતા રહીને ગામલોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
ગામના ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારો ફસાઈ ગયા હતા ત્યારે પોલીસે SDRF સાથે સંકલન કરી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ખભા પર બેસાડી, બોટ મારફતે તેમજ સરકારી વાહનો દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડ્યા હતા.
અનેક કલાકો સુધી વરસાદ અને વહેણ સામે લડીને જવાનો સેવા આપતા રહ્યા.
સ્થાનિક લોકો જણાવે છે કે, “આપત્તિની ઘડીએ પોલીસ અમારી માટે મસીહા સમાન બની ને આવી.
તેમના વગર જીવ બચાવવો મુશ્કેલ હતો.”
“જનહિત સર્વોપરી છે, કુદરતી આફતોમાં લોકોની સુરક્ષા માટે પોલીસ હંમેશાં તત્પર રહેશે.”
બનાસકાંઠા પોલીસના આ પરાક્રમ માટે સમગ્ર જિલ્લામાંથી પ્રશંસાના અવાજ ઉઠ્યા છે. લોકો સોશિયલ મીડિયામાં પણ ગુજરાત પોલીસને સેલ્યુટ – વંદન – અભિનંદન પાઠવી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

