સાંતલપુર : છેલ્લા બે દિવસથી સાંતલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. 

ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી અંધારપટ છવાયો છે અને રસ્તાઓ પર પાણી ભરાતા અવરજવર થંભી ગઈ છે.

આ વિકટ પરિસ્થિતિમાં સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહીર લોકસેવામાં અગ્રેસર રહ્યા છે.

ગ્રામજનોને મદદરૂપ થવા માટે તેઓ તંત્ર સાથે ખડે પગે રહી કામગીરી કરી રહ્યા છે.

તંત્રના અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધીને ગામોમાં ખોરાક, પીવાનું પાણી તથા જરૂરી સુવિધાઓ પહોંચાડવામાં સહકાર આપી રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવજીભાઈ આહીરે પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને લોકોને હિંમત આપી છે અને તાત્કાલિક મદદરૂપ થવા માટે ખોરાક કિટ, પાણીની બોટલ સહિતની સહાય સામગ્રી પહોંચાડાવી છે.

વરસાદી આફતમાં લોકપ્રતિનિધિ તરીકે તેમની સેવાભાવી ભૂમિકા વખાણપાત્ર બની છે.

પ્રમુખ સવજીભાઈ આહીરના આ પ્રયાસોને લઈને ગ્રામજનો, ભાજપ કાર્યકરો અને સામાન્ય લોકોએ તેમની પ્રશંસા કરી છે અને અભિનંદન તથા આભાર વ્યક્ત કર્યો છે.

ભારે વરસાદ વચ્ચે લોકહિત માટે આવી સેવાભાવી કામગીરી તંત્ર તથા જનપ્રતિનિધિઓની સંયુક્ત મહેનતનું ઉદાહરણ બની રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!