દિવાળીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના ફટાકડા બજારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે માત્ર ધ્વનિ પ્રદૂષણ ઘટાડતા ગ્રીન ફટાકડા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના જમાનાને અનુરૂપ એવા ફટાકડાની માગ ટોચ પર છે, જે ફોટોગ્રાફી અને વીડિયો-રીલ બનાવવા માટે આકર્ષક માગ પૂરી પાડી શકે. અવનવી 200 જેટલી વેરાયટીના ફટાકડા બજારમાં ઉપલબ્ધ છે. જેમાં રૂપિયા 30થી શરૂ કરી 15,000 સુધીના ફટાકડા બજારમાં ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને ટ્રેન, ટેન્ક, ઓરિયો બિસ્કિટ, કિન્ડરજોય, કુલ્ફી, મશરૂમ, વોટરમેલન, પીકોક, લાયન, ડક જેવી શંભુ (કોઠી)ની વિવિધ વેરાયટી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. 10 સેમીથી લઈ 100 સેમી સુધીની ફૂલઝર આકર્ષણનું કેન્દ્ર
હિન્દૂ સંસ્કૃતિનો સૌથી મોટો પર્વ એટલે દિવાળીનો તહેવાર. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે ફટાકડા બજારમાં નાની મોટી અલગ અલગ 200 જેટલી વેરાયટી બજારમાં ઉપલબ્ધ જોવા મળી રહી છે. તેમાં પણ મોટાભાગે નવી વેરાયટી વાળા અને લોકોને આકર્ષિત કરે તેવા ફટાકડામાં સૌથી વધુ શંભુ (કોઠી) અને ફુલઝરનો સમાવેશ થાય છે અને તેમાં અને વિધ વેરાયટી બજારમાં ઉપલબ્ધ જોવા મળી રહી છે. જેમાં 10 સેન્ટિમીટરની ફૂલઝરથી લઇ 100 સેન્ટિમીટરની ફુલઝરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શંભુ (કોઠી)ની વેરાયટીમાં 3 ફૂટથી શરૂ કરી 10 ફૂટની ઊંચાઈ સુધીના શંભુ (કોઠી) બજારમાં ઉપલબ્ધ જોવા માળી રહ્યા છે. ફટાકડાની અવનવી 200 જેટલી વેરાયટી ઉપલબ્ધ
રાજકોટના નાના મવા ચોક સ્થિત RMC મેદાનમાં ફટાકડાનો સ્ટોલ ધરાવતા વેપારી અનિરૂદ્ધસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટની બજારમાં ફટાકડાની અવનવી 200 જેટલી વેરાયટી ઉપલબ્ધ છે. ફટાકડામાં ફુલઝર, ચકરી, શંભુ (કોઠી), સ્કાયશોટ, વિવિધ બૉમ્બ, બંદૂક જેવી વગેરે અનેક આઈટમ મળી રહી છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વિવિધ પ્રકારના શંભુ (કોઠી) બન્યા છે. જેમાં ટ્રેન, ટેન્ક, કુલ્ફી, બિસ્કિટ, કિન્ડરજોય, પીકોક, ડક, લાયન, એલીફન્ટ, સ્પ્રાઇટ, ફ્રૂટી જેવી અનેક નવી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફટાકડામાં ગત વર્ષ કરતા આ કોઈ જંગી ભાવ વધારો પણ નથી. સામાન્ય રીતે થતો હોય તે મુજબનો ભાવ વધારો થયો છે અને ગ્રાહકને પણ પરવડે તેટલો જ છે. 30 રૂપિયાથી લઈ 1000 સુધીના શંભુ (કોઠી)
આ વખતે ફટાકડા બજારમાં ફુલઝર 30 રૂપિયાથી શરૂ કરી 600 રૂપિયા સુધી મળી રહી છે. જેની લંબાઈ 10 સેન્ટીમીટરથી લઇ 100 સેન્ટિમીટર સુધીની છે. જ્યારે ખાસ બાળકો માટે શંભુ (કોઠી)માં પણ અનેક અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં 30 રૂપિયાથી શરૂ કરી 1000 રૂપિયા સુધી શંભુ (કોઠી) મળી રહ્યા છે. જેની હાઇટ 3 ફૂટથી શરૂ કરી 10 ફૂટની હાઈટ છે. જ્યારે ઠેબા ચકરી, વિશલ ચકરી પણ ટ્રેન્ડિંગમાં છે તેવું ચોક્કસ કહી શકાય.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!