ભાભર ના તમામ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળી અને સૌ કોઈ લોકો એ દર્શન નો લાભ લીધો..
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
ભાભર માં જલારામ જયંતિ નિમિત્તે આખું ભાભર શહેર ભક્તિમય રંગાયુ હતું..
રઘુવંશી લોહાણા સમાજ ના લોકો સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડયા હતા…..
આજ રોજ 226 મી જલારામ જન્મ જયંતિ સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ માં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ભાભર મુકામે જલારામ જયંતિ ની વિશાળ શોભાયાત્રા નિકળવા માં આવી હતી અને છઠ્ઠ ના દીવસે રાત્રે જલારામ મંદિર ખાતે જલારામ સત્સંગ હોલમાં જલારામ ભજન મંડળ ગુપ્ર દ્વારા સ્પર્ધા કાર્યક્રમ અને ભજન સંઘ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બેનો તથા ભાઈઓ વિજેતાઓને ક્રમ નંબર એક થીત્રણ વિજેતા ભજનીક કલાકારો ને પ્રોત્સાહી ઈનામ આપવામાં આવ્યા હતા અને જલારામ જન્મ જયંતિ ના દિવસે જલારામ મંદિર થી લઈને ભાભર ના તમામ વિસ્તારોમાં આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માં રઘુવંશી લોહાણા સમાજ ના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો મોટી સહિત બાળકો મોટી સંખ્યામાં જોડાયા અને આ શોભાયાત્રા જલારામ મંદિર અંબિકા નગર સોસાયટી થી પ્રસ્થાન કરી ને ભાભર અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેવા વાવ સર્કલ. લાટી બજાર. આઝાદ ચોક. ભાભર જુના. સહિત ભાભર હાઈવે પર જોવા મળી હતી આ શોભાયાત્રા માં બેન્ડ ના તાલે ભાવી ભક્તો રાસ ગરમે ઝુમ્યા હતા અને આખા ભાભર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને આ શોભાયાત્રા માં ઠક્કર સમાજ સહિત ના અન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌ કોઈ લોકો એ શોભાયાત્રા માં જોડાઈ ને જલારામ બાપા નો પ્રસાદ લઈ ને આનંદ માણ્યો હતો. શોભાયાત્રા પુર્ણ થયા બાદ ભાભર રઘુવંશી લોહાણા સમાજ ની વાડી ખાતે જલારામ બાપા નો સૌ કોઈ લોકો એ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો અને જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભોજન પ્રસાદ નો ભાભર નગરજનો એ લાભ લીઘો હતો…..
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.

