
– પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી
– ચાલક સ્ટિયરિંગ પર અચાનક ઢળી પડતા આગળ જતા ટેન્કર સાથે કાર ટકરાઇ, કાકા- ભત્રીજાને ઇજા
આણંદ : વાસદ – બગોદરા સિક્સલેન હાઈવે ઉપર આવેલા બોરસદ તાલુકાના બોદાલ ગામની સીમમાં ગતરોજ પૂર ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર આગળ જતી ટેન્કરની પાછળના ભાગે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે કાકા અને ભત્રીજાને ઇજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મુંબઈ ખાતે રહેતા અશોકભાઈ જયરામભાઈ ગોઢકીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે.
