સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. અંગદાનની તેમની ઈચ્છા હોવા છતાં હાર્ડ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) આવતાં માત્ર ચક્ષુદાન જ થઈ શક્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવશે અને આજે બપોરે 2:30 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના જ્યારે લગ્ન લખવાના હતા ત્યારે જ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગતરોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જોકે, આજરોજ 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્ન માટેની તારીખ નક્કી કરાઈ હતી, તે દિવસે જ તેઓએ અંતિમ શ્વાસ લેતા ઘરમાં સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીને છેલ્લા ચાર દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગતરોજ તબીબોએ તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યા હતા. આ કપરી ઘડીમાં પણ પરિવારે માનવતા દાખવી તેમના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. અંગદાન પૂર્વે જ કાર્ડિયાક અરેસ્ટ આવતા મુશ્કેલી
તુષાર ઘેલાણીના પરિવારે અંગદાનની સંમતિ આપતા જ ‘ડોનેટ લાઈફ’ સંસ્થાની ટીમ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવા માટે તાત્કાલિક મહાવીર હોસ્પિટલ પહોંચી હતી. આ સમયે ઉદ્યોગપતિ મુકેશ પટેલ, સામાજિક કાર્યકર મહેશ સવાણી અને તુષારભાઈના વિશાળ મિત્ર વર્તુળ પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જોકે, જ્યારે અંગો મેળવવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે જ અચાનક તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ (હૃદય બંધ પડી જવું) આવ્યો હતો. હાર્ટ બેસી જવાને કારણે શરીરના મહત્વના અંગો ફેઈલ થવા લાગ્યા હતા, જેના પરિણામે કિડની, લિવર કે હૃદય જેવા અન્ય અંગોનું દાન કરી શકાયું નહોતું. અંતે, માત્ર તેમના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. બપોરે 2:30 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવશે
અંગદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે તુષાર ઘેલાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાનૂની વિધિ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવશે. આજે બપોરે 2:30 કલાકે તુષાર ઘેલાણીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે, જેમાં સુરતના અગ્રણી બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ જોડાશે. રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણીએ અંગત કારણોસર પોતાની જ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે તેઓ જિંદગીની જંગ હારી ગયા હતા. કાર્ડિયાક અરેસ્ટ આવતા અંગદાન ન થઈ શક્યું
તુષાર ઘેલાણીના અવસાનના સમાચાર મળતાં જ ‘ડોનેટ લાઇફ’ સંસ્થાના પ્રતિનિધિઓ મહાવીર હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમના મિત્ર વર્તુળમાં ઉદ્યોગકાર મુકેશ પટેલ અને મહેશ સવાણી સહિત અનેક મોટી હસ્તીઓએ હોસ્પિટલમાં પહોંચીને પરિવારને સાંત્વના આપી હતી. અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે અંગદાન ન થઈ શક્યું અને માત્ર આંખો (ચક્ષુદાન) જ લેવામાં આવ્યા છે. કમનસીબે અત્યારે ફક્ત આંખનું ડોનેશન લઈ શક્યા
મહેશ સવાણી (ઉદ્યોગપતિ) એ જણાવ્યું હતું કે, આજે સવારે તુષારભાઈને જ્યારે ઓટીમાં ટ્રાન્સફર કરતા હતા, એમનો જીવ હતો, એમનું હૃદય ચાલતું હતું અને ઝાયડસ અમદાવાદથી એમની ટીમ પણ ઓર્ગન ડોનેશન લેવા માટે આવી ચૂકી હતી પરંતુ, ઓટીમાં ટ્રાન્સફર કરતી વખતે જ એમને કાર્ડિયાક એરેસ્ટ આવી ગયો અને તુષારભાઈનું ડેથ થઈ ગયું છે એટલે અત્યારે ફક્ત આંખોનું દાન આપણે લઈ શક્યા છીએ. આ સમયે તુષારભાઈના પરિવારજનોને ખૂબ-ખૂબ અભિનંદન પણ આપણે આપવા જોઈએ કે, આવા સમયે પણ તુષારભાઈના ઓર્ગન જે કંઈ પણ કામમાં આવી શકે, તે તમામ ઓર્ગન ડોનેશન માટે તેઓએ સંમતિ ‘SOTTO’, જે આપણી ગુજરાતની ઓર્ગન ડોનેશન હેડ ઓફિસ કહેવાય છે, તેમને સંમતિ ગઈકાલે જ મોકલી આપી હતી અને એમની ટીમ પણ આજે આવી ચૂકી હતી પણ કમનસીબે અત્યારે ફક્ત આંખનું ડોનેશન લઈ શક્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે આ ઉંમરે કોઈનું અવસાન થાય અને પરિવારનો મોભી જ્યારે આ દુનિયામાં ન રહે ત્યારે પરિવાર શોકાતુર છે. તમામ લોકો, એમની દીકરી, એમના દીકરા, એમના પપ્પા બધાએ આજે તુષારભાઈની આરતી કરીને, એમને સેલ્યુટ આપીને એમને ઓર્ગન ડોનેશન માટે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. અત્યારે આખો પરિવાર શોકાતુર છે. જે દિવસે દીકરીના લગ્ન હોય તે દિવસે જ પપ્પાના મરણની પણ તારીખ નક્કી થાય તો એ બહુ રેર કેસ જોવા મળતા હોય છે. આજે લગ્ન અને આજે જ તુષારભાઈએ અંતિમ વિદાય લીધી. અત્યારે 2.30 કલાકે તેમનું પોસ્ટમોર્ટમ થઈને અંતિમસંસ્કાર માટે ઉમરા સ્મશાન તરફ રવાના થવાના છીએ. તુષારભાઈ માટે ‘જોલી’ શબ્દ જ વાપરી શકાય
મુકેશ પટેલ (ઉદ્યોગપતિ) એ જણાવ્યું હતું કે, તુષારભાઈનો જે સ્વભાવ છે, હું તેમને છેલ્લા 35 વર્ષથી તો તેમની સાથે સંકળાયેલો છું. અમે લોકો એમને મળતા હોઈએ છીએ. આજે એમની સાથે એક પારિવારિક સંબંધ પણ હતા, ઘરે આવવા-જવાનો સંબંધ હતો. સાથે કામ પણ કર્યું છે. એટલે એમનું નામ છે કંપનીનું ‘જોલી’ એટલે સમજો જોલી એટલે આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ કે ‘જોલી’ માણસ છે, રિયલમાં એ ‘જોલી’ શબ્દ જ વાપરી શકાય એમના માટે, જોલી જ હતા. દીકરીને વિદાય આપવાની છે, એવો કોઈક પ્રસંગ હશે ને શું થયું છે
વધુમાં જણાવ્યું હતું કે, અફવા ફેલાણી હતી કે પત્ની સાથેના ઝઘડાઓ, તો હું આપને એટલું જરૂર કહું કે દીકરી 28 વર્ષની, લગ્ન થયા એના 35 વર્ષ થઈ ગયા, તો કોઈ વ્યક્તિને 35 વર્ષ પછી આવા પ્રોબ્લેમ ન હોઈ શકે. કહેવાનો ભાવાર્થ છે કે, એના માટે થઈને આ પગલું ન ભરે. એ પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હોય એને થોડો ઘણો નાનો-મોટો ઝઘડો ક્યારેક કોઈ બાબતે થાય. અત્યારે જે લગ્નનો માહોલ હતો એમના પરિવારમાં અને અમેરિકાથી એમની સિસ્ટરો બધી અમેરિકા રહે છે, એમના સગા-વહાલાઓ ખૂબ અમેરિકામાં રહે છે, બધા જ અત્યારે આવ્યા હતા. સામે બે બંગલાઓ રેન્ટ પર લીધા હતા, સાથે બેસતા હતા, ઉઠતા હતા. મિત્રોને ફોન કર્યા હતા. એટલે કોઈ પ્રકારનું લગ્નમાં પણ કોઈ પ્રકારનું… પણ એક આ ક્ષણિક જેને કહીએ કે, દીકરીને વિદાય આપવાની છે, એવો કોઈક પ્રસંગ હશે ને શું થયું છે. ક્ષણિક એવી ઘટનાએ પગલું ભરવા માટે દોર્યા હોય
વધુમાં જણાવ્યું હતું કે, એવી કોઈ ઘટના જ નથી કે પત્નીને અણબનાવ હોય તો દીકરી અને પિતાજી હોય, નોર્મલ વાત થવાની છે કે ભાઈ આપણે આ કરવું છે આ નથી કરવું, એવી વસ્તુ જે ચર્ચા થઈ હતી. સવારે લગ્ન લખવાના હતા, ઘરે સુંદર મંડપ સજાવ્યો હતો. કોઈ કેટરીંગથી લઈને કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ નહોતો. 100% હું કહી શકું છું કે આર્થિક તો એમને કોઈ પ્રોબ્લેમ નહોતો કે ભાઈ કોઈને ચૂકવવાના છે કે કોઈ જગ્યાએ દેવું થઈ ગયું છે, એવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહોતો. ફક્ત હું 100% કહી શકું છું કે આમાં કંઈક ક્ષણિક એવી ઘટના બની છે કે, જેમાં એમને આ પગલું ભરવા માટે દોર્યા હોય. બાકી કોઈ દીકરી છે કે પત્નીના કારણે થયું હોય, એ વસ્તુને હું કમ્પ્લીટલી વખોડું છું. અંગદાન માટે જો વાત થઈ શકતી હોય તો પરિવાર સાથે વાતચીત કરો
નિલેશ માંડલેવાલા (ફાઉન્ડર ડોનેટ લાઇફ સંસ્થા) એ જણાવ્યું હતું કે જ્યારે સોમવારે વર્તમાનપત્રમાં આ સમાચાર વાંચ્યા ત્યારે ડો. ધવલભાઈ પટેલ (ન્યુરો સર્જન) જે એમની સારવાર કરી રહ્યા હતા, એમને ફોન કરીને મેં ધવલભાઈને પૂછ્યું કે તુષારભાઈના શું ખબર અંતર છે? કારણ કે તુષારભાઈ મારા પણ મિત્ર થતા હતા. એટલે એમણે કીધું કે ‘નિલેશભાઈ, સારું નથી. ઓલમોસ્ટ બ્રેનઈડેડ જ છે, ક્લિનિકલી તો એ બ્રેઈનડેડ છે.’ એટલે મેં કીધું કે, જો બ્રેઈનડેડ હોય તો એમની એપનિયા ટેસ્ટ કરીને જો આપણે એમના અંગદાન માટે જો વાત થઈ શકતી હોય તો પરિવાર સાથે વાતચીત કરો. સવારે 10:00 વાગ્યે તુષારભાઈને ગંભીર હાર્ટ એટેક આવ્યો
ત્યારબાદ પરિવારે એપનિયા ટેસ્ટ માટેની મંજૂરી આપી. ગઈકાલે બીજો એપનિયા ટેસ્ટ થયો અને પરિવારે અંગદાન માટે સહમતી આપી. જેમાં લીવર, હાથ અને કોર્નિયા (ચક્ષુદાન) માટેની મંજૂરી મળી હતી. જોકે, કિડનીમાં ઇન્ફેક્શન હોવાથી તેનું દાન શક્ય નહોતું. સમગ્ર દેશમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ જરૂરિયાતમંદ દર્દી ન મળવાને કારણે હાથનું એલોકેશન થઈ શક્યું નહીં. પરંતુ લીવરનું એલોકેશન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને કરવામાં આવ્યું હતું. આજે સવારે ઝાયડસની ટીમ સુરત આવવા નીકળી હતી. સવારે 10:00 વાગ્યે તુષારભાઈને ગંભીર હાર્ટ એટેક આવ્યો. મહાવીર હોસ્પિટલની ટીમે 15-20 મિનિટ સીપીઆર આપીને હૃદય ધબકતું કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ 10:20 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ તેમના બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. આ દુઃખની ઘડીમાં પણ તુષારભાઈની પત્ની, પુત્રી અને પિતા સહિતના પરિવારજનોએ જે નિર્ણય લીધો છે, તે સમાજ માટે પ્રેરણારૂપ છે. ભલે તુષારભાઈ પ્રત્યક્ષ રીતે આપણી વચ્ચે નથી, પણ તેમના પરિવારે લીધેલા આ નિર્ણય બદલ સમગ્ર સમાજ તેમને નતમસ્તક વંદન અને સલામ કરે છે. આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર:પરિવારની અંગદાનની જાહેરાત આ પણ વાંચો- 9 MMની ગોળી બિલ્ડર તુષાર ઘેલાણીના મગજની આરપાર, સ્થિતિ નાજુક
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!