મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડ્સેના નાટક શોનું આજે રાજકોટમાં આયોજન થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. આ નાટકના માધ્યમથી ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે સવાલ પણ કર્યો છે કે, શું સરકાર આ પ્રકારના નાટકને મંજૂરી આપી રહી છે? રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે રાત્રે નાટકનું આયોજન
રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે રાત્રે ‘હું નાથુરામ ગોડ્સે’ નાટકના શોનું આયોજન કરાતા કોંગ્રેસે વિરોધનો સૂર વ્યકત કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું કે, ગાંધીના ગુજરાતમાં ગોડ્સેનો હીરો બનવા નહીં દઈએ. સાથે સવાલ કર્યો છે કે, ગુજરાતમાં જ ગાંધીજીના હત્યારાનું મહીમામંડન થાય તે કઈ રીતે ચલાવી શકાય? આ નાટક અગાઉ, સુરત, વડોદરા અને ભાવનગરમાં પણ યોજાઈ ચૂક્યું હોવાનો દાવો કરાયો છે.