ઇસ્કોન મંદિર પાસે આવેલી GS ટીવીની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેબ્રિકેશનને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં વ્હીલચેરમાંથી ગાડી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. 40 જવાનોએ આગ કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું કે, GSTV પાસે આગ લાગવા અંગે મેસેજ મળ્યો હતો. કોઈને ઈજા થઈ નથી. તુરંત જ ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. 40 જવાનોએ આગ કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. વ્હીલચેરનું કામ કરવા માટે ફ્રેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં ફબ્રિકેશનને કારણે આગ લાગી હોય એવું બની શકે છે. ધૂમાડો ખૂબ હોવાથી વેન્ટિલેશનનું કામ કરવામાં આવ્યું હતું.