ચોથ શ્રી ગણપતિ દાદાની સૌથી વધુ પ્રિય તિથિ મનાય છે.
આજે 06-03-26 ફાગણ વદ ત્રીજ (ચોથ)ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શને ભક્તોનો ભારે ઘસારો રહ્યો.

ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી પ્રસન્નતા અનુભવતા હોય છે.
કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.
દિવસે દિવસે વધતા જતા દર્શને આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના વહીવટદારો ખુબ રસ પૂર્વક સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહ્યા છે.
સ્વયંસેવકોની ટીમ પણ સેવા આપવા ખડે-પગે તૈયાર જ રહે છે.
ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ સંસ્થા તરફથી હોય છે, જેનો ભક્તોને મોટા પાયે લાભ મળી રહે છે.
દાતાઓ પણ ઉદાર હૃદયે સહયોગ આપી રહ્યા છે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
